Sat Oct 03 2026

Logo

પરિણીતી ચોપરાનું શાનદાર કમબેક: સસ્પેન્સ અને થ્રિલરથી ભરપૂર વેબ સિરીઝ 'શકઃ ટ્રસ્ટ નો વન' થઈ રહી છે રિલીઝ

2026-10-02 21:31:08
Author: Mumbai Samachar Team
પરિણીતી ચોપરાનું શાનદાર કમબેક: સસ્પેન્સ અને થ્રિલરથી ભરપૂર વેબ સિરીઝ 'શકઃ ટ્રસ્ટ નો વન' થઈ રહી છે રિલીઝ

મુંબઈઃ પરિણીતી ચોપરા એક લાંબા સમયના બ્રેક બાદ કમબેક કરી રહી છે. થ્રિલર અને સસ્પેન્સ ફિલ્મ સાથે કમબેક કરવા માટે તૈયાર છે. ક્રાઈમ, મિસ્ટ્રી અને ચોંકાવનારા અણધાર્યા ટ્વિસ્ટ એકસાથે જોવા મળશે. ઓટીટી પર આવી રહેલી વેબ સિરીઝ 'શકઃ ટ્રસ્ટ નો વન'ના કારણે એક્ટ્રેસ ચર્ચામાં છે. સસ્પેન્સ સ્ટોરી જેને પણ જોવી ગમે છે એમના માટે આ સિરીઝ અવશ્ય રસપ્રદ રહેવાની છે. આ સ્ટોરી ફેન્સને એક એવી દુનિયામાં લઈ જશે જ્યાં દરેક કડી સાથે સ્ટોરી નાનકડો વળાંક લે છે. 

અલગ અલગ પાત્રમાં દેખાશે એક્ટ્રેસ

પરિણીતા આ સિરીઝમાં અલગ અલગ પાત્રમાં જોવા મળશે. દરેક પાત્રમાં તેનો એક અલગ અંદાજ જોવા મળશે. સ્ટોરીમાં લાઈવ રિપોર્ટિંગ મેઈન મુદ્દો છે. આખરે લાઈવ રિપોર્ટિંગમાંથી શું મળે છે એના પર ફેન્સની નજર રહેવાની છે. નવા રહસ્ય જોઈને ફેન્સ ચોંકી જશે. નાનકડી કડી પણ એક મોટો ચેન્જ લાવવા માટે જવાબદાર બની શકે છે. સ્ટોરી સત્ય અને જુઠ્ઠા વચ્ચેની છે. દરેક ફ્રેમ ફેન્સને વિચાર કરવા માટે મજબૂર કરી દે છે. ક્રાઈમ ડ્રામા, ઈન્વેસ્ટિગેશન અને ચોંકાવનારા વળાંક સ્ટોરીને આગળ વધારે છે. સમગ્ર વાર્તા અલગ વિષય લઈને આવી છે.  

સમગ્ર સ્ટોરી માત્ર પરિણીતીની આસપાસ જ નથી ફરતી, કેટલીક એવી સ્થિતિઓ છે જે ખરેખર વિચારવા માટે મજબૂર કરી દે છે. લાઈવ રિપોર્ટિંગમાં કંઈક તો એવું નવું છે જે સ્ટોરીને સતત જોવા માટે પકડી રાખે છે. પરિણીતી સાથેની પોતાની પાર્ટનરશીપની જાહેરાત કરી દીધી છે. આ એમની બીજી પાર્ટનરશીપ છે. આ એક ઈન્વેસ્ટિગેશન થ્રિલર છે. જેમાં રિપોર્ટર તરીકે પરિણીતી જોવા મળે છે. માફિયા સામેની લડત અને સ્ટોરીમાં સતત એક જોખમનો સામનો કરે છે. 

ક્રાઈમ ડ્રામા કેન્દ્રમાં છે

ફેન્સને સતત ક્નેક્ટ રાખવાનો મેકર્સનો પ્રયાસ છે. સામાન્ય રીતે અંદાજો લગાવી શકાય એવી ક્રાઈમ સ્ટોરી ફેન્સે જોઈ હશે પણ આ સ્ટોરીમાં એવું નહીં હોય એવું મેકર્સનું કહેવું છે. અહીંયા દરેક પાત્ર કંઈક ને કંઈક તો છુપાવી રહ્યો છે. વીકેન્ડ પર જોવા માટે સ્ટ્રિમ થયેલી આ સિરીઝ પર્ફેક્ટ માનવામાં આવે છે. આ સિરીઝ 9 ઑક્ટોબરના સ્ટ્રિમ થઈ રહી છે. ધ્રુવ ત્રિપાઠી અને મિહિર જાધવે આ સિરીઝનું ડાયરેક્શનનું કામ સંભાળ્યું છે. જ્યારે પાર્થ કિરણ ઠાકુર અને જોશુઆએ સિરીઝને પ્રોડ્યુસ કરી છે. 

યુવા રિપોર્ટ તરીકે પરિણીતીનો આ અલગ અંદાજ છે. સમગ્ર સ્ટોરી રેતી અને જમીન માફિયાઓ પર આધારિત છે. એક મોટું રેકેટ પકડવાના પ્લાનમાં પરિણીતીના હાથમાં જે વસ્તુ આવે છે એ ખરેખર ચોંકાવનારી હોય છે. આ વસ્તુ શું છે એના માટે સિરીઝ જોવી પડે એમ છે. પણ હાઈલાઈટ્સ પરથી કહી શકાય કે વેબસિરીઝમાં ક્રાઈમ ડ્રામા કેન્દ્રમાં છે