Mon Oct 05 2026

Logo

ડિઝાઇન અને લાઇટવાળા ગરબાની વચ્ચે આજે પણ અકબંધ છે માટીના ગરબાની માંગ

2026-10-03 13:40:00
Author: Mayur Patel
ડિઝાઇન અને લાઇટવાળા ગરબાની વચ્ચે આજે પણ  અકબંધ છે  માટીના ગરબાની  માંગ

ભાવનગરઃ નવરાત્રીના પાવન પર્વને ગણતરીના દિવસો બાકી છે ત્યારે સમગ્ર ગુજરાતમાં ગરબાની ધૂમ જોવા મળી રહી છે. આધુનિક યુગમાં રંગબેરંગી ડિઝાઇનવાળા ગરબા બજારમાં છવાઇ ગયા છે, પરંતુ આજે પણ માટીના પ્રાચીન ગરબા પોતાની આગવી પરંપરા જાળવી રાખી રહ્યાં છે. ભાવનગર શહેર તેમજ જિલ્લાના કુંભાર પરિવાર દ્વારા ચાકડા પર તૈયાર થતાં આ માટીના ગરબા આજે પણ આસ્થાનું પ્રતિક બન્યા છે

ભાદરવા મહિનાની શરૂઆતથી જ થાય છે માટીના ગરબા બનાવવાની શરૂઆત

નવરાત્રીના પાવન દિવસોની ઘડીઓ હવે ગણાઈ રહી છે ત્યારે ભાવનગર શહેરના કુંભારવાડા વિસ્તારમાં આવેલ પ્રજાપતિ સમાજ દ્વારા માટીના ગરબા તેમજ કોડિયા બનાવવાનો શરૂ કરી દેવામાં આવ્યું છે. આશરે એક મહિનામાં 2500 જેટલા માટીના ગરબા એક પરિવાર દ્વારા બનાવામાં આવે છે . ભાદરવો મહિનો શરૂ થતાની સાથે ગરબા બનવાનું કામ શરૂ કરવામાં આવે છે અને નવરાત્રીના પેહલાં દિવસથી વેચાણ કરવામાં આવે છે. 

લોકોમાં માટીના ગરબાનું ચલણ વધ્યું 

આધુનિક યુગમાં ડિઝાઇન અને લાઇટવાળા ગરબાની વચ્ચે આજે પણ  માટીના ગરબાની ખાસ માંગ વધી છે . પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા અપાયેલા "સ્વદેશી અપનાવો"ના સ્લોગન ને લઈને લોકોમાં માટીના ગરબાનું ચલણ વધ્યું છે . કુંભાર પરિવાર પોતાના પરંપરાગત ચાકડા પર માટીમાંથી સુંદર ગરબા બનાવે છે. તેમજ કેટલાક કુંભાર પરીવાર માટીના ગરબા ને રંગબેરંગી કલર થી ડિઝાઈન કરે છે જેથી લોકોમાં પણ આ ગરબા આકર્ષણ જમાવે છે. 

ગરબામાં કેટલા છિદ્રો હોય છે

પારંપરિક માટીના ગરબામાં 27 છિદ્રો (કાણાં)હોય છે . જ્યોતિષશાસ્ત્ર અને ખગોળ વિજ્ઞાન મુજબ 27 છિદ્રો આકાશના 27 નક્ષત્રોને દર્શાવે છે . આ છિદ્રોમાંથી પ્રગટ થતો ઝળહળતો પ્રકાશ બ્રહ્માંડમાં માતાજીની વ્યાપક ઊર્જાનુ પ્રતિનિધત્વ કરે છે .