વડોદરાઃ કરજણ નજીક નેશનલ હાઈવે 48 પર એક ભયાનક ઘટના બની હોવાનું પ્રકાશમાં આવ્યું છે. સૂત્રોના જણાવ્યાં પ્રમાણે જિંદાલ કંપની સામેના પેટ્રોલ-સીએનજી પંપ પર એક કારમાં અચાનક વિસ્ફોટ છે. અચાનક કારમાં બ્લાસ્ટ થતા આસપાસના લોકો અને પેટ્રોલ પંપના કર્મચારીઓમાં અફરાતફરીનો માહોલ સર્જાઈ ગયો હતો. આ બ્લાસ્ટ એટલો ભયાકન હતો કે, આખી કારના પતરાં અને કાચ દૂર સુધી ઊડીને પડ્યા હતા. આ સમગ્ર ઘટનાનો એક સીસીટીવી વીડિયો વાયરલ થયો છે.
#Vadodara : CNG પંપ પર કારમાં અચાનક બ્લાસ્ટ થયો!
— Vimal Prajapati GJ (@mgvimal_12) October 3, 2026
ઘટનાઃ કરજણ પાસે નેશનલ હાઈવે-48
pic.twitter.com/FJXSjJslGA
ગેસ પુરાવતી વખતે થયો અચાનક ભયાનક બ્લાસ્ટ
પ્રારંભિક વિગતો અનુસાર, કારમાં ગેસ ભરવાની પ્રક્રિયા દરમિયાન ઓવરપ્રેશર અથવા કોઈ ટેકનિકલ ખામી સર્જાવાના કારણે સીએનજી ટેન્ક ધડાકાભેર ફાટી હોવાનું માનવામાં આવે છે. વિસ્ફોટની તીવ્રતા એટલી વધારે હતી કે નજીકમાં ઊભેલા અન્ય વાહનોને પણ નુકસાન પહોંચ્યું હતું. આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે, જેમાં બ્લાસ્ટની ભયાનકતા સ્પષ્ટપણે જોઈ શકાય છે.
કેવી રીતે મોટી જાનહાનિ ટળી?
આટલો ભયાનક બ્લાસ્ટ થાય તો કારમાં બેઠેલા લોકોનો જીવ બચવો અસંભવ હોય છે. પરંતુ આ બ્લાસ્ટમાં કોઈ જાનહાનિ થઈ નથી. આ સીએનજી પંપ પર ગેસ પુરાવતી વખતે નિયમ મુજબ બધા કારની બહાર ઊભા હતા તેના કારણે કોઈ જાનહાનિ સર્જાઈ નથી. જો કે, બ્લાસ્ટની જાણ થતાની સાથે ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. આ બ્લાસ્ટ થયો તેના કારણે વધુ કોઈ નુકસાન કે આગ ના લાગે તે માટે પણ તકેદારી રાખવામાં આવી હતી. અત્યારે આ સમગ્ર ઘટના મામલે પોલીસે આગળની તપાસ શરૂ કરી દીધી છે.