મુંબઈઃ રિતિક રોશન છેલ્લા કેટલાક સમયથી સબા આઝાદ સાથે રિલેશનશિપમાં છે. આ વાત સૌ કોઈ જાણે છે. તાજેતરમાં એક્ટરે સબા સાથેની રિલેશનશિપને 5 વર્ષ પૂરા થતા એક મસ્ત તસવીર શૅર કરી હતી. રિતિકે પોતાની આ રિલેશનશિપની 5મી એનવર્સિરી મનાવી હતી. પોતાની અંગત જિંદગીને લઈને તે સતત ચર્ચામાં રહેતો એક્ટર રહ્યો છે. સબા સાથેની રિલેશનશિપમાં તે ખુશ છે. બન્નેની જોડીને પણ પંસદ કરવામાં આવે છે. રોશન પરિવારના દરેક પ્રસંગમાં સબા પણ ઉત્સાહ સાથે ભાગ લે છે. સમયાંતરે રિતિક પણ સબા સાથેના વીડિયો-ફોટોને સોશિયલ મીડિયા પર શૅર કરે છે. આ રિલેશનશિપને પાંચ વર્ષ પૂરા થયા છે.
એક્સ વાઈફે પાઠવી શુભેચ્છા
પોતાના રોમેન્ટિક મોમેન્ટની કેટલીક તસવીર એક્ટરે પોસ્ટ કરી હતી. જેમાં તે વિદેશમાં ફરવાનો આનંદ માણી રહ્યા છે. નવા ફૂડ્સને એન્જોય કરી રહ્યા છે. આ તસીવર શૅર કરતા રિતિકે પોતાની મસ્ત પોસ્ટ મૂકી હતી. આ તસવીરના કેપ્શનમાં રિતિકે લખ્યું હતું કે, આ અમારો જન્મદિવસ છે. 5 વર્ષની ખૂબ ખૂબ શુભેચ્છાઓ માય લવ. ખાસ વાત તો એ છે કે, આ તસવીર પર સબા અને ઈન્ડસ્ટ્રીના કેટલાક જાણીતા સેલેબ્સે પણ પ્રતિક્રિયા આપી છે.
એટલું જ નહીં પોતાની એક્સ વાઈફ સુઝૈન ખાને પણ પ્રતિક્રિયા આપી છે. સુઝૈને રિતિક અને સબાની પોસ્ટ પર હેપ્પી એનિવર્સરી એવી કોમેન્ટ કરી હતી. આ સાથે રેડ હાર્ટવાળું ઈમોજી પણ પોસ્ટ કર્યું હતું. જેના પરથી એ વાતનો ખ્યાલ આવે છે કે, બન્ને વચ્ચે છૂટાછેડા થયા બાદ પણ સંબંધો ખૂબ સારા છે અને બોન્ડિંગ પણ સારૂ છે. રિતિક અને સબાની સેલ્ફિ જોરશોરથી ચર્ચામાં રહી હતી.
વર્ષ 2022થી તેઓ સાથે છે
જ્યારે બીજી કેટલીક તસવીરમાં તેઓ સાથે હરતા ફરતા જોવા મળ્યા છે. એક તસવીરમાં બન્ને બીચ પર રોમેન્ટિક અંદાજમાં પોઝ આપી રહ્યા છે. વર્ષ 2022માં રિતિક અને સબા વચ્ચે રિલેશનશીપના વાવડ સામે આવ્યા હતા. ધીમે ધીમે બન્ને પબ્લિક સામે આવતા થયા હતા. એ પછી બન્નેએ પોતાની આ રિલેશનશીપને જાહેર કરી દીધી હતી. એ પછી તે રોશન પરિવારના દરેક પ્રસંગમાં પણ જોવા મળી હતી. ખાસ વાત એ છે કે, સબા રિતિકની એક્સ વાઈફ સુઝૈનની પણ ખાસ ફ્રેન્ડ છે.
વર્કફ્રન્ટની વાત કરવામાં આવે તો રિતિક છેલ્લે 'આલ્ફા' નામની ફિલ્મમાં એક મહેમાન કલાકાર તરીકે જોવા મળ્યો હતો. વાવડ એવા પણ છે કે, આવનારા દિવસોમાં તે કોઈ મોટા બજેટની ફિલ્મમાં પણ જોવા મળી શકે છે. આ પ્રોજેક્ટ અંગે ખાસ કોઈ વિગત તો સામે આવી નથી પણ બોલિવૂડના કોઈ અસાઈમેન્ટમાં તે જોડાઈ શકે છે.