Sat Oct 17 2026

Logo

અરવલ્લી જિલ્લાના મોરડુંગરી નજીક પોલીસ અને આરોપીઓ વચ્ચે સામસામે ગોળીબાર, એક ઘવાયો

2026-10-02 19:49:08
Author: Mumbai Samachar Team
અરવલ્લી જિલ્લાના મોરડુંગરી નજીક પોલીસ અને આરોપીઓ વચ્ચે સામસામે ગોળીબાર, એક ઘવાયો

માલપુરઃ અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકાના મોરડુંગરી નજીક વહેલી પરોઢે નશાના કારોબારીમાં અને પોલીસ વચ્ચે ફિલ્મીબે સામસામે ગીળીબારની ઘટના બની હતી. જેમાં એક આરોપીને પગમાં ગોળી વાગી હતી. જ્યારે ત્રણ પોલીસકર્મી ઈજાગ્રસ્ત થતા તેઓને તાત્કાલિક હોસ્પિટલ સારવાર હેતું ખસેડાયા છે. પોશડોડાની  ગેરકાયદે હેરાફેરી કરતા કુખ્યાત બિશ્નોઈ ગેંગના આરોપીઓ અને અરવલ્લી એલસીબીની ટીમ વચ્ચે થયેલી આ અથડામણને કારણે સમગ્ર પંથકમાં ચાર મચી ગઈ છે. અરવલ્લી એલસીબીની ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે, એક ફોર્ચ્યુનર કારમાં પોશડોડાનો મોટો જથ્થો ગેરકાયદેસર રીતે હેરફેર કરવામાં આવી રહ્યો છે. આ બાતમીના આધારે પોલીસે માલપુર નજીક આવેલા મોરડુંગરી વિસ્તારમાં વૉચ ગોઠવી હતી. 

સામસામે ફાયરિંગ

આ દરમિયાન શંકાસ્પદ ફોર્ચ્યુનર કાર પર નજર પડતાં જ પોલીસે તેને રોકવા માટેનો પ્રયાસ કર્યો હતો. આ કારમાં બઠેલા બે આરોપીઓએ પોલીસ પર ફાયરિંગ કરવાનું ચાલુ કરી દીધુ હતુ. બે રાઉન્ડ ફાયર પણ કરવામાં આવ્યા હતા. આરોપી દ્વારા કરવામાં આવેલા આ અચાનક હુમલા સામે પોલીસ ટીમે પણ સામે ફાયરિંગ કર્યું હતું. ત્રણ રાઉન્ડ ફાયર કરીને સામનો કર્યો હતો. સામસામે થયેલા ગોળીબારમાં એક આરોપીના પગમાં ગોળી વાગતા તે ગંભીર રીતે ઘવાયો હતો. આ પછી પોલીસે તેને યુદ્ધના ધોરણે દબોચી લઈ કાયદેસરની કાર્યવાહી કરી હતી.જ્યારે અન્ય સાથીદાર અંધારાનો લાભ લઈને ફરાર થઈ ગયો હતો. પોલીસે ઝડપાયેલા આરોપીની પૂછપરછ કરી છે. આ સાથે એક પિસ્તોલ પણ કબજે કરી છે. આ પછી ફોર્ચ્યુનર કારની તપાસ કરતા એમાંથી પિસ્તોલ મળી આવી હતી. પોલીસે આ હથિયાર જપ્ત કરીને કાયદેસરના પગલાં લીધા છે. 

કાયદેસરના પગલાં લીધા

આ દિલધડક ઑપરેશન દરમિયાન ક્રાઈમ બ્રાંચના ત્રણ અધિકારીઓને પણ ગંભીર ઈજા પહોંચી છે. ઈજાગ્રસ્ત અધિકારીઓમાં પીઆઈ એમ.એચ.ઝાલા, પીએસઆઈ પી.પી.સોલંકી તથા કલ્પેશસિંહનો સમાવેશ થાય છે.  આ સમગ્ર નશાયુક્ત સામગ્રીની હેરફારી પાછળ કુખ્તાય બિશ્નોઈ ગૅંગનું નામ સામે આવ્યું છે આ કારણે કેસ વધારે ગંભીર બન્યો છે. આ પહેલા પણ 22મી સપ્ટેમ્બરના રોજ અરવલ્લીમાં એક સ્કોર્પિયો કારમાંથી ફાયરિંગ થયાની ઘટના બની હતી. આ પછી માત્ર દસ જ દિવસના ટૂંકાગાળામાં આ બીજી ઘટના બની છે. પોલીસ હવે સમગ્ર નેટવર્કની તપાસ કરી રહી છે. ખાસ કરીને કેવી રીતે સમગ્ર પ્લાન ઘડાય રહ્યો એ અંગે પોલીસ તપાસ કરી રહી છે. જ્યારે ફરાર આરોપીની શોધખોળ ચાલી રહી છે. આ આરોપી કઈ તરફ ભાગ્યો એ અંગે પણ પોલીસ તપાસ કરી રહી છે. આ સમગ્ર કેસ પછી પોલીસે આરોપી સામે કાયદેસરના પગલાં લીધા છે.