Thu Oct 01 2026

Logo

બિગ બોસ ફેમ મનીષા રાનીએ બીચ પર લગાવી આગઃ બોલ્ડ લૂકે ચાહકોને કર્યાં ઘાયલ

2026-10-01 22:41:00
Author: Mumbai Samachar Team
બિગ બોસ ફેમ મનીષા રાનીએ બીચ પર લગાવી આગઃ બોલ્ડ લૂકે ચાહકોને કર્યાં ઘાયલ

મુંબઈઃ ડાન્સ રિયાલિટી શૉ મનીષા રાની પોર્ટુગલમાં પોતાનું વેકેશન એન્જોય કરી રહી છે. આ વેકેશનની એકથી એક ચડિયાતી તસવીર એક્ટ્રેસે પોતાના સોશિયલ મીડિયા પર શૅર કરી દીધી છે. આ તસવીરમાં તેનો ગ્લેમરસ સાથે બોલ્ડ અંદાજ જોવા મળ્યો છે. જેને જોઈને ફેન્સ ફિદા થઈ ગયા હતા. કમેન્ટ બોક્સમાં ફાયર અને દિલવાળુ ઈમોજી પોસ્ટ કરવા લાગ્યા હતા. આ તસવીરમાં તે સ્ટાઈલિશ આઉટફીટમાં બીચ પર એન્જોય કરી રહી છે. એક્ટ્રેસે રેડ કલરનું બિકિની બોટમ પહેર્યું છે આ સાથે સફેદ રંગનું વ્હાઈટ ક્રોપટોપ અને રેડશર્ટની સ્ટાઈલ કરી હતી. અન્ય એક તસવીરમાં બ્લુ ડ્રેસમાં અને રેડ કોર્ટસેટમાં જોવા મળી હતી. 

ગ્લેમરસ અને બોલ્ડ દેખાઈ રહી છે

આ તસવીરમાં પણ તે ગ્લેમરસ અને બોલ્ડ દેખાઈ રહી છે. આકરા તડકા વચ્ચે તેણે એકથી એક બેસ્ટ પોઝ આપીને મસ્ત ફોટોશુટ કરાવ્યું હતું. બીચ પર જઈને કેટલું એન્જોય કર્યું એ વાત તેના ફોટો પરથી કહી શકાય છે. સવારે અને સાંજે એક્ટ્રેસે ખુલ્લા પગે બીચની સફર માણી હતી. 

એક્ટ્રેસે પોતાના ફોટો પર કેપ્શનમાં લખ્યું હતું કે, 'માશુકા ઓન બીચ' ફેન્સ પણ તેના ફોટો જોઈને ચોંકી ગયા હતા. એના વખાણ કરતા થાકતા નહોતા. એકથી એક ચડિયાતી કોમેન્ટ એના કોમેન્ટ બોક્સમાં આવી હતી. એક ફેન્સે એવું લખ્યું હતું કે, 'ક્યૂનેસ ક્વિન' અન્ય ફેન્સે લખ્યું કે, 'બીચ પર આગ લગા દી' યુવિકા ચૌધરીએ આના એક વીડિયો પર ફાયરવાળું ઈમોજી પોસ્ટ કર્યું છે. મનીષા હાલમાં ભોજપુરી પ્રોજેક્ટમાં વ્યસ્ત છે. તે 'ભોજપુરી બબાલ'માં જોવા મળી હતી. આ સિવાય તે ટીવી સિરિયલ 'મા હૈ ના'માં પણ જોવા મળી રહી છે. તે એક્ટ્રેસ હોવાની સાથે એક સોશિયલ મીડિયા પર્સનાલિટી પણ છે. 

સ્ક્રિન સિવાય પણ છે બિઝનેસ

મનીષા રાણીએ Bigg Boss OTT 2થી ખાસ લોકપ્રિયતા મેળવી હતી ત્યાર બાદ તેમણે ડાન્સ રિયાલિટી શોમાં પણ ભાગ લીધો અને વિજેતા સાબિત થઈ હતી. ટેલિવિઝન તથા સોશિયલ મીડિયા પર પોતાની અલગ ઓળખ બનાવી છે. પોતાના Instagram પર બીચની અનેક તસવીરો શેર કરી છે. 

તસવીરોમાં તે અલગ-અલગ સ્ટાઇલિશ આઉટફિટમાં જોવા મળે છે. સામાન્ય રીતે એની ઈમેજ સંસ્કારી યુવતી તરીકેની રહી છે પણ વિદેશમાં જઈને તેનો વિદેશી લૂક પણ જોરશોરથી હવે ચર્ચામાં આવી રહ્યો છે. ખાસ કરીને બીચવાળા ફોટો પર લોકો કોમેન્ટ કરી રહ્યા છે. મુંબઈમાં સ્ટ્રગલ કરી રહેલી મનીષા રાનીનો બિહારમાં આલિશાન બંગલો ધરાવે છે. ટીવી પ્રેઝન્સની સાથે સાઈડ બિઝનેસ દ્વારા તે કરોડો રૂપિયાની આવક કરે છે.