Mon Aug 31 2026

Logo

બદ્રીનાથ ધામમાં દાન ગણતરી રૂમમાં પાંચ CCTV કેમેરાથી નજર રખાશે

2026-07-26 22:47:38
Author: Chandrakant Kanoja
બદ્રીનાથ ધામમાં દાન ગણતરી રૂમમાં પાંચ CCTV કેમેરાથી નજર રખાશે

બદ્રીનાથ: અયોધ્યા રામ મંદિર દાન ચોરી કેસ બાદ પ્રકાશના આવેલા બદ્રીનાથ ધામમાં પણ દાન ચોરીનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જેની બાદ હવે બદ્રીનાથ-કેદારનાથ મંદિર સમિતિ દાન ગણતરીની પ્રક્રિયાને વધુ સુરક્ષિત અને પારદર્શક બનાવવા માટે ગણતરી ખંડમાં નોંધપાત્ર ફેરફારો અમલમાં મૂક્યા છે. જેમાં બદ્રીનાથ ધામમાં દાન ગણતરી રૂમમાં પાંચ સીસીટીવી કેમેરાથી નજર રાખવામાં આવશે. 

ત્રણ ફૂટની મજબૂત જાળી ફીટ કરવામાં આવી

આ ઉપરાંત ગણતરી રૂમમાં મંદિર સંકુલ તરફ એક કાચની દિવાલ બનાવવામાં આવી છે. જ્યારે ઉપરના ભાગમાં લગભગ ત્રણ ફૂટની મજબૂત જાળી ફીટ કરવામાં આવી છે. તેમજ દાનની ગણતરી દરમિયાન દરેક પ્રવૃત્તિનું નિરીક્ષણ અને રેકોર્ડિંગ સુનિશ્ચિત કરવા માટે સમગ્ર રૂમમાં પાંચ CCTV કેમેરા ગોઠવવામાં આવ્યા છે. 

તપાસ સમિતિએ દાન સંબંધિત રેકોર્ડની ચકાસણી કરી 

આ દરમિયાન પોલીસ દ્વારા રચાયેલી તપાસ સમિતિ પાસે નિષ્ણાતો દ્વારા તપાસવામાં આવેલા દાન સંબંધિત રેકોર્ડ છે. આ તપાસમાંથી બહાર આવનારા તથ્યોના આધારે આગળની કાનૂની કાર્યવાહી કરવામાં આવશે. જેમાં  વિભાગીય કમિશનરની આગેવાની હેઠળની એક અલગ તપાસ સમિતિ પણ આ મામલાની સમાંતર તપાસ કરી રહી છે. સીસીટીવી ફૂટેજનું સંપૂર્ણ વિશ્લેષણ કરવામાં આવી રહ્યું છે અને શંકાસ્પદ પ્રવૃત્તિઓમાં રોકાયેલા કર્મચારીઓની પૂછપરછ કરવામાં આવી રહી છે.