Thu Oct 01 2026

Logo

WhatsApp યુઝર્સ માટે મોટું અપડેટ! હવે દરેક મેસેજ માટે ચૂકવવા પડશે પૈસા, કોને?

2026-09-29 21:00:06
Author: Mumbai Samachar Team
WhatsApp યુઝર્સ માટે મોટું અપડેટ! હવે દરેક મેસેજ માટે ચૂકવવા પડશે પૈસા, કોને?

નવી દિલ્હી/કેલિફોર્નિયાઃ આગામી મહિનાથી ટીવી, એસીના ભાવમાં વધારાની વચ્ચે યુપીઆઈમાં પણ ચાર્જ ચૂકવવાની વાતો ચાલી રહી છે, જ્યારે આગામી મહિનાથી વોટસએપ વપરાશકર્તાઓને પણ મેસેજ માટે પૈસા ચૂકવવા પડી શકે છે. 

મેટા કંપનીની આઈટી પ્રોડક્ટ અને દુનિયાની સૌથી જાણીતી મેસેજિંગ એપ્લિકેશન વોટ્સએપ ફરી ચર્ચામાં છે. આ વખતે એપ્લિકેશનને લઈ કોઈ વિવાદની વાત નથી પણ હવે એપ્લિકેશન ચાર્જેબલ થઈ શકે છે. એવી પૂરી શક્યતાઓ સેવાઈ રહી છે. 

અત્યાર સુધી તમામ ફીચર્સ અને એકથી એક ચડિયાતી અપડેટને લઈ એપ્લિકેશને અનેક એવા અકલ્પનીય સુધારા વધારા કર્યા છે. હવે મેસેજ પર ચાર્જ ચૂકવવો પડે એ અંગે ચર્ચા થઈ રહી છે. હવે મેસેજ મોકલવા માટે 14 પૈસા ચૂકવવા પડશે એવી વાત સોશિયલ મીડિયા પર થઈ રહી છે.

ચાર્જિસ કોને લાગુ પડશે

ટૂંક જ સમયમાં આ અંગે એક અપડેટ આવી શકે છે અને લાગુ પણ થઈ શકે છે. 14 પૈસાના નજીવા દરથી કંપની હવે પોતાના કરોડો યુઝર્સ પાસેથી પૈસા ખંખેરવાની તૈયારીમાં છે અને અબજો કમાવવાની ગણતરીમાં છે. સોશિયલ મીડિયા પર વહેતી આ વાત સાચી હોય એવું માનવામાં આવી રહ્યું છે. વોટ્સએપ એપ્લિકેશનને લઈ એક નવી જાણકારી સામે આવી છે. હવે ગ્રાહકોએ મેસેજ મોકલવા માટે 14 પૈસા ચૂકવવા પડશે. 

મેસેજમાં એક વાત સ્પષ્ટ કરવામાં આવી છે કે, આનો આર્થિક બોજ ગ્રાહકો પર નહીં પડે. આ વાત પર ભાર મૂક્યો છે. લોકો માટે આ સર્વિસ સંપૂર્ણ રીતે ફ્રી જ રહેશે. હકીકતમાં આ પેમેન્ટ બિઝનેસ વોટ્સએપ ધરાવતા યુઝર્સ માટે છે. 1 ઑક્ટોબરથી આ ચાર્જ આપવો પડશે. માત્ર એકાઉન્ટ હશે તો ચાર્જ નહીં લાગે પણ એન્ટરપ્રાઈસ અથવા કોર્પોરેટ લેવલની કંપનીઓએ આ ચાર્જ ચૂકવવો પડશે. 

નવું શું આવશે?

આનાથી કંપનીઓએ ફાયદો એ થશે કે, વોટ્સએપ પર જે હેરાન પરેશાન કરનારી જાહેરાત આવે છે એમાં જોડી દેવામાં આવશે. હકીકતમાં આ એક ચર્ચા છે અને કંપની તરફથી કોઈ સત્તાવાર વાત સામે આવી નથી. માત્ર એન્ટરપ્રાઈસ લેવલ અને કંપની લેવલની કંપનીઓએ એના ચાર્જ ભરવાના રહેશે. 

બાકી અન્ય કોઈ ગ્રાહકોને આ નવી અપડેટની અસર નહીં થાય. અન્ય એક વાત એવી પણ છે કે, વોટ્સએપ હવે પોતાના સર્ચ બોક્સમાં જ ગ્લોબલ સર્ચ લાવી શકે છે. આ માટે એક પરીક્ષણ કરાયું હતું પણ અંતિમ પરિણામ આવવાનું બાકી છે. હવે યુઝર્સ એ પણ રાહ જોઈ રહ્યા છે કે, આખરે કંપની હવે નવી કઈ અપડેટ લાવશે. અત્યાર સુધીમાં તમામ વસ્તુઓની અપડેટ આપી દીધા બાદ હવે કંપની શું નવી લાવી રહી છે.