Thu Nov 19 2026

Logo

ઇન્ડિગો એરલાઇન્સના ટિકિટના ભાવમાં વધારો નક્કી, સીઇઓએ ક્હ્યું બીજો કોઇ વિકલ્પ નથી

2026-10-29 21:06:50
Author: Chandrakant Kanoja
ઇન્ડિગો એરલાઇન્સના ટિકિટના ભાવમાં વધારો નક્કી, સીઇઓએ ક્હ્યું બીજો કોઇ વિકલ્પ નથી

નવી દિલ્હી: દિવાળી પૂર્વે જ  ઇન્ડિગોના મુસાફરો માટે માઠા સમાચાર છે. જેમાં ઇન્ડિગો એરલાઇન્સના સીઇઓ વિલી વોલ્શે જણાવ્યું છે કે, ઈંધણના વધતા ભાવોને જોતાં, કંપની પાસે હવાઈ ભાડાં વધારવા સિવાય બીજો કોઈ વિકલ્પ નથી.

રૂપિયા 1879 કરોડ રૂપિયાના નુકસાનની જાહેરાત

તેમણે વધુમાં  જણાવ્યું હતું કે એરલાઇન ભાડામાં થતો વધારો શક્ય તેટલો ઓછો રાખવાનો પ્રયાસ કરશે. જોકે, ઇંધણ પાછળ થતા જંગી ખર્ચની ભરપાઈ કરવા માટે ભાડાં વધારવા સિવાય બીજો કોઈ વિકલ્પ નથી. આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે કંપનીએ સપ્ટેમ્બર ત્રિમાસિક ગાળા માટે રૂપિયા 1879 કરોડ રૂપિયાના નુકસાનની જાહેરાત કરી છે.

ભાડામાં થતો વધારો શક્ય તેટલો ઓછો રાખવાનું લક્ષ્ય રાખશે

ઇન્ડિગોના સીઈઓ વિલી વોલ્શે પુનરોચ્ચાર કર્યો હતો કે કંપની ભાડામાં થતો વધારો શક્ય તેટલો ઓછો રાખવાનું લક્ષ્ય રાખશે. તેમના મતે ઇન્ડિગોએ બજારમાં ઓછા ભાડાં ઓફર કરીને હવાઈ મુસાફરીની માંગ વધારવામાં મહત્વની ભૂમિકા ભજવી છે. કંપની એ સુનિશ્ચિત કરવાનું ચાલુ રાખશે કે મુસાફરો પર વધુ પડતા ખર્ચનો બોજ ન પડે.

મુસાફરોએ તેમની ટિકિટ માટે વધુ કિંમત ચૂકવવી પડશે 

તેમના નિવેદન પરથી સંકેત મળે છે કે જો ઈંધણના ભાવ ઊંચા રહેશે તો મુસાફરોએ તેમની ટિકિટ માટે વધુ કિંમત ચૂકવવી પડશે. ઓગસ્ટમાં કાર્યભાર સંભાળ્યા બાદ મીડિયા સાથેની તેમની પ્રથમ વાતચીતમાં  વિલી વોલ્શે એરલાઈનના નાણાકીય પ્રદર્શન, વધતા ખર્ચ અને હવાઈ ભાડાં પર આ પરિબળોની અસર વિશે ચર્ચા કરી હતી.