Tue Nov 10 2026

Logo

નિર્ણાયક ટેસ્ટમાં રસાકસીઃ સાઉથ આફ્રિકા ફક્ત 40 રનથી આગળ

Cap Town   2026-10-29 22:39:00
Author: Ajay Motiwala
નિર્ણાયક ટેસ્ટમાં રસાકસીઃ સાઉથ આફ્રિકા ફક્ત 40 રનથી આગળ

કેપ ટાઉનઃ સાઉથ આફ્રિકા અને ઑસ્ટ્રેલિયા વચ્ચેની ત્રણ મૅચની ટેસ્ટ-સિરીઝ 1-1ની બરાબરીમાં રહ્યા બાદ નિર્ણાયક ટેસ્ટ (બપોરે 2.00 વાગ્યાથી) ગુરુવારના ત્રીજા દિવસે તીવ્ર રસાકસીના તબક્કામાં પહોંચી ગઈ હતી.

ઑસ્ટ્રેલિયા (Australia)એ બરાબર 100 રનની સરસાઈ (Lead) લીધા બાદ સાઉથ આફ્રિકાએ બીજા દાવમાં 140 રન બનાવીને ચાર વિકેટ ગુમાવી દીધી હતી અને આ ટીમ ફક્ત 40 રનથી આગળ હતી.

મિચલ સ્ટાર્કે 29 રનમાં બે વિકેટ મેળવીને સંકેત આપી દીધો હતો કે યજમાન ટીમ માટે હવે બચવું મુશ્કેલ છે.

પૅટ કમિન્સના નેતૃત્વમાં ઑસ્ટ્રેલિયાએ પ્રથમ ટેસ્ટ 214 રનથી અને ટેમ્બા બવુમાના સુકાનમાં સાઉથ આફ્રિકાએ બીજી ટેસ્ટ એક દાવ તથા 31 રનથી જીતી લીધી હતી.