Wed Sep 30 2026

Logo

અડધી રાતે ઈન્ટિમેટ સીન શૂટ કરતી રડી પડી: સુહાના ખાને બોલ્ડ સીન અંગે ખોલ્યા રાઝ

2026-09-29 22:59:16
Author: Mumbai Samachar Team
અડધી રાતે ઈન્ટિમેટ સીન શૂટ કરતી રડી પડી: સુહાના ખાને બોલ્ડ સીન અંગે ખોલ્યા રાઝ

મુંબઈઃ ઓલ્ટ બાલાજી અને ઉલ્લુ એપ્લિકેશન દ્વારા અનેક એવા શૉ કરી ચૂકેલી બોલ્ડ ઈન્ડસ્ટ્રીની હોટગર્લ સુહાના ખાનને ખાસ કોઈ ઓળખની જરૂર નથી. પોતાના સોશિયલ મીડિયા પર એકથી એક ચડિયાતા બોલ્ડસીનના ફોટો-વીડિયો પોસ્ટ કરીને તે પોતાનો અલગ ચાહકવર્ગ ધરાવે છે. બોલ્ડ ઈન્ડસ્ટ્રી અને બિન્દાસ્ત હોટ પોઝ આપતી એક્ટ્રેસ હવે એક મોટા પ્રોજેક્ટ સાથે જોડાવવા માટે જઈ રહી છે. પણ એવું કહેવામાં આવે છે કે તે બોલ્ડ ઈન્ડસ્ટ્રીમાં પોતાના દમ પર અને શરતો પર કામ કરે છે. 

અગાઉથી ક્લિયરન્સ કરીને કામ કરૂ 
ખાસ કરીને કેટલાક વીડિયો અને ફોટોને લઈ તે પહેલાથી જ કેટલીક ચોખવટ કરીને પ્રોજેક્ટ સાઈન કરે છે. પોતાના એક પોડકાસ્ટમાં બોલ્ડ ઈન્ડસ્ટ્રીમાં કામને લઈ પોતાનો અનુભવ શૅર કર્યો હતો. એક્ટ્રેસે જણાવ્યું હતું કે, શરૂઆતમાં મને થોડું અસહજ લાગતુ, ઘણીવાર એવું બન્યું કે, શુટિંગ પૂરૂ થાય ત્યારે આંખમાંથી આંસુ નદીમાં વહેતા પાણીની જેમ જતા હોય. હું ઘણી બ્લેક હતી, મારો સ્કિન ટોન બ્લેક હતો, શુટિંગ ખતમ થયા બાદ અલગ ફીલ આવતી. ખરાબ વાતાવરણ પણ રહ્યું હતું. એ સમયે શું શું ફીલ કરતી એ અંગે હું કંઈ ખાસ વાત તો કરી નહીં શકું. રાત્રીના 3 વાગ્યે શુટિંગ હતું, લોકેશન પણ સારૂ હતું પણ બધા પોઢી ગયા હતા એટલે ખાસ કોઈ વાંધો ન આવ્યો. તમે જ્યારે એકલા હોવ છો ત્યારે તમને કેટલીક વસ્તુનો અંદાજ આવી જાય છે. કેટલી વસ્તુ ઓટોમેટિક ફીલ થાય છે.શુટિંગ શરૂ થયા એના થોડ સમયમાં હું નોર્મલ થઈ ગઈ હતી. 

જરૂર નથી એવું કરવું
હવે ઈન્ડસ્ટ્રીમાં આવી જ ગયા છીએ તો કરી પણ શું શકીએ?બોલ્ડ ઈન્ડસ્ટ્રીમાં કોઈ ખાસ 'કોમ્પ્રોમાઈસ' કરવું જરૂરી નથી. અહીંયા કોઈ કોઈને જોતું નથી અને જજ કરતું નથી. ફોર્સ કરતું નથી અને એક કામને કામની રીતે જુવે છે. અમે બિકિનીમાં અને ન્યૂડ થઈને પણ ડાયરેક્ટર સામે પોઝ આપેલા છે. કેમેરામેન સામે શુટ કરેલા છે. હવે આનાથી વધારે તેઓ આપણને એવું તે શું અલગ રીતે કરી શકે? શું અલગ જોઈ શકે. જે છે એ છે. અહીંયા દરેકની પોતાની એક મરજી હોય છે. જરૂરી નથી દરેક 'કોમ્પ્રોમાઈસ' એ જ હોય. જ્યાં સુધી મારી વાત છે હું તો કોઈ મેલ પાર્ટનર સાથે શારીરિક સંબંધ બાંધવા સહમત નથી. રોમાન્સ કરવું પસંદ કરૂ છું પણ એનો અર્થ શારીરિક સહવાસ નથી. 

એક દીકરીની માતા છે
ઓન સ્ક્રિન રોમાન્સ અલગ હોય ઓફ સ્ક્રિન વાતાવરણ અલગ હોય. મારી એજના લોકો સાથે રોમેન્ટિસ સીન આપું બાકી ઓછી ઉંમરના કે વધારે પડતા એજ વાળા મેલ સાથે બને ત્યાં સુધી બહું જતું કરૂ છું. એક જાણકારી ખાતર, સુહાનાની એક દીકરી પણ છે એનું ઉંમર પણ 15 વર્ષની છે. તે પોતાની દીકરી સાથે સારી એવી જિંદગી જીવે છે. હજુ જીવનને વધારે શ્રેષ્ઠ બનાવવા માટે સપના જુએ છે.