મુંબઈઃ અજય દેવગન, તબ્બુ તથા જયદીપ અહલાવત સ્ટારર ફિલ્મ 'દ્રશ્યમ-3' રિલીઝ થવાને માત્ર ત્રણ દિવસ બાકી રહ્યા છે. એવામાં ફિલ્મનું એડવાન્સ બુકિંગ શરૂ કરી દેવામાં આવ્યું છે. ગાંધી જયંતિના દિવસે એટલે કે 2 ઑક્ટોબરના રોજ રિલીઝ થનારી ફિલ્મ 'દ્રશ્યમ-3'માં વિજય સલહગાંવકર તથા તેનો પરિવારની સ્ટોરી અગાઉની વાર્તાથી આગળ વધે છે, થિયેટરમાં રિલીઝ થનારી ફિલ્મનું એડવાન્સ બુકિંગ શરૂ થઈ ગયું છે. ₹17 કરોડની ગ્રોથ બુકિંગથી કમાણી કરી લીધી છે.
ગુજરાતમાંથી પણ દમદાર બુકિંગ
શનિવારે સાંજ સુધીમાં પ્રી સેલ્સ બુકિંગ શરૂ થઈ હતી. મંગળવારે સવારે આ ટિકિટનો આંકડો 2.20 લાખ સુધી પહોંચી ગયો હતો. રિલીઝના પહેલા વીકએન્ડમાં ₹17 કરોડની કમાણી કરી છે. જો બ્લોક સીટને દૂર કરી દેવામાં આવે તો મંગળવારે સવાર સુધીમાં ₹10 કરોડ સુધી આંકડો પહોંચ્યો છે. આ પહેલા પણ શુક્રવારે ₹8 કરોડનું એડવાન્સ બુકિંગ થયું છે. હજુ બે દિવસ સુધી બુકિંગ થાય એવી પૂરી શક્યતા છે. આ વખતે સ્ટોરીનો અંત આવી જશે એવું ફેન્સ માની રહ્યા છે.
મહારાષ્ટ્રમાંથી સૌથી વધારે બુકિંગ થયું છે. એ પછી દિલ્હીમાંથી સૌથી વધારે બુકિંગ થયું અને ત્રીજો ક્રમ ગુજરાતનો છે. હવે ટિકિટની વાત કરવામાં આવે તો સૌથી પહેલા આની શરૂઆત દિલ્હીથી થઈ હતી. એક દિવસની ₹2 કરોડની ટિકિટ બુક થઈ હતી. હવે રિલીઝ થયા બાદ ફિલ્મ કેટલા કરોડનું ક્લેક્શન કરી જાય છે એના પર સૌની નજર છે. આ ઉપરાંત ફિલ્મની વાર્તાય ક્યાં ટ્વિસ્ટ લે છે અને નવું શું છે એ રિલીઝ થયા બાદ ખ્યાલ આવશે.
ફરીવાર સસ્પેન્સ અને થ્રિલર ફિલ્મનો ડોઝ
આ ફિલ્મ બાદ અજય દેવગન રોહિત શેટ્ટીના એક પ્રોજેક્ટ સાથે જોડાઈ શકે છે. આ પછી તે પોતાની પણ એક ફિલ્મ લઈને આવી શકે છે. વર્ષ 2026માં મોટાભાગની ફિલ્મ સિક્વલ ફિલ્મ જ આવી રહી છે. જ્યારે રામાયણ જેવી નવી ફિલ્મ પણ બે ભાગમાં તૈયાર થઈ છે. આ પછી ગોલમાલ અને હાઉસફૂલ ફ્રેન્ચાઝીની ફિલ્મો પણ આવી રહી છે. હવે રોહિત શેટ્ટી સાથે અજય દેવગન કઈ કોમેડી ફિલ્મ લઈને આવે છે એ જોવાનું છે. બીજી તરફ ફરી એકવાર લોકોને સસ્પેન્સ અને થ્રીલર ફિલ્મનો ડોઝ મળવાનો છે.