મુંબઈઃ સોશિયલ મીડિયા પર સમયાંતરે એક ચહેરાની ચર્ચા થાય છે. કુંભમેળા વખતે મોનાલીસ નામની એક સ્થાનિક યુવતીને ઈન્ટરનેટ યુઝર્સે સ્ટાર બનાવી દીધી હતી. આ પછી હવે વધુ એક ચહેરો ચર્ચામાં છે. આ ચહેરાનું નામ છે તાન્યા મિશ્રા. તાન્યાની તસવીર ફેશનબલ લૂક્સ સાથે સોશિયલ મીડિયા પર લોકોનું ધ્યાન ખેંચી રહી છે. ખાસ કરીને એની આંખની જોરશોરથી ચર્ચા થઈ રહી છે. તાન્યાનો લૂક વધારે પડતો હેવી દેખાતો નથી પણ તસવીરમાંથી એનો એક ગ્લેમરસ અંદાજ સ્પષ્ટ દેખાઈ રહ્યો છે. હાલમાં સોશિયલ મીડિયા પર તાન્યા એક સોશિયલ મીડિયા ક્રશ બની રહી છે. એની અનેક એવી એકથી એક ચડિયાતી તસવીર વાયરલ થઈ રહી છે. તે મોડેલિંગ અને એક્ટિંગની દુનિયામાં કામ કરી રહી છે.
આંખની સૌથી વધારે ચર્ચા
તાન્યાની તસવીરમાં સૌથી વધારે ચર્ચા જેની થઈ રહી છે એ તેની આંખ છે. સોશિયલ મીડિયા પર યુઝર્સ એની તસવીર પર કોમેન્ટ કરી એની આંખના વખાણ કરતા થાકતા નથી. એક્ટ્રેસની આંખ પણ એટલી જ એક્સપ્રેસિવ છે. નાનકડી સ્માઈલ તો ક્યારેક સ્ટેર કરીને એ આંખથી પણ પોઝનો આખો લૂક બદલી દે છે. આ ઉપરાંત તે ટ્રેડિશનલ આઉટફીટમાં પણ દમદાર લાગે છે. તો ક્યારેક વેસ્ટર્ન આઉટફિટમાં પણ બેસ્ટ સ્ટાઈલ સાથે પોઝ આપી રહી છે. સોશિયલ મીડિયા પર યુઝર્સ તેના વેસ્ટર્ન અંદાજને ખૂબ જ પસંદ કરી રહ્યા છે. તાન્યાનું નામ એન્ટરટેઈનમેન્ટ ઈન્ડસ્ટ્રીમાં નવું નથી. સોશિયલ મીડિયા પર તે અલગ અંદાજ સાથે ભલે નવું કરી રહી હોય પણ તે એન્ટરટેઈનમેન્ટ ઈન્ડસ્ટ્રીમાં નવી નથી. તાન્યા મૂળ બિહારના ગયાની રહેવાસી છે. 31 મી જાન્યુઆરીના રોજ એનો જન્મ થયો હતો. મગધ યુનિવર્સિટીમાંથી તે એમબીએ કરીને એન્ટરટેઈનમેન્ટમાં આવી છે.
ફિલ્મોમાં પણ કામ કરી ચૂકી છે
મોડલિંગને એક કરિયર તરીકે પસંદ કર્યા બહાદ ફેશન શૉ, ફોટોશુટ તથા રૅમ્પવૉક પણ કરી ચૂકી છે. જાણીતા અનેક ડિઝાઈનર્સના સતત સંપર્કમાં રહે છે. મ્યુઝિક વીડિયો અને એક્ટિંગમાં પણ નામ કમાઈ ચૂકી છે. સોશિયલ મીડિયા દ્વારા એને એક અલગ ઓળખ મળી છે પણ એનું નામ ઘણું જુનુ છે. 'ગઝનવી', 'ચેસ' જેવી ફિલ્મોમાં તે જોવા મળી છે. આ ઉપરાંત 'ઉડ ચિડિયા' નામની વેબ સિરીઝમાં પણ જોવા મળી હતી. જેકી શ્રોફ, સિકંદર ખેર અને ભૂમિકા ચાવલા જેવા સ્ટાર કલાકારો સાથે કામ કર્યું છે. હાલમાં તાન્યા સોશિયલ મીડિયા પર ખૂબ જ પોપ્યુલર છે. એની જુની જર્ની પણ ફરીવાર ચર્ચામાં આવી છે. અગાઉ આલ્બમ અને પોપ વીડિયોમાં પણ તે આવી ચૂકી છે. ઈન્સ્ટાગ્રામ પર તેના 1.2 મિલિયન ફોલોઅર્સ છે. આ કારણે તાન્યાનું નામ ચર્ચામાં છે.