Sun Jul 26 2026

Logo

માત્ર એક Photoshootએ બદલી નાખ્યું એક્ટ્રેસનું નસીબ! પછી જે થયું તે કોઈએ વિચાર્યું પણ નહોતું!

2026-07-26 22:04:53
Author: Mumbai Samachar Team
Article Image

મુંબઈઃ દિલ્હી શહેરે મુંબઈની ફિલ્મ ઈન્ડસ્ટ્રીને અનેક એવા કલાકારો, ફિલ્મનિર્માતા અને રાઈટર્સ આપ્યા છે. બોલિવૂડ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ઘણા એવા કલાકારો છે જે પોતાનો અભ્યાસ છોડીને અલગ લાઈન પકડીને ફિલ્મ લાઈનમાં આવ્યા છે. માત્ર ફિલ્મ લાઈનમાં આવવાની વાત નથી. બોલિવૂડ ઈન્ડસ્ટ્રી જોઈને કરીને સફળ થતા અને કરોડો રૂપિયાની કમાણી પણ કરી લીધી. દિલ્હીના વતનીઓએ મુંબઈને પોતાની કર્મભૂમિ બનાવી દીધી અને સ્થાયી પણ થઈ ગયા. વિક્કી કૌશલથી લઈને શાહરૂખ ખાન સુધી અનેક એવા કલાકારોની આખી યાદી તૈયાર થઈ શકે એમ છે. પણ એક એવી પણ એક્ટ્રેસ છે જેણે માત્ર એકવાર ફોટોશૂટ કરાવ્યું અને કિસ્મત બદલાઈ ગઈ. 

સાઉથની ફિલ્મમાં કામ કર્યું
મુંબઈ આવ્યા બાદ પણ એની સિનેસફર સરળ ન હતી.મોડલિંગ કર્યું અને સાઉથના સિનેમામાં પણ કામ કરી લીધું. જોઈએ એવી કિક ન લાગી અને ખાસ કોઈ રોલ મળતા ન હતા. શાનદાર સફરની શરૂઆત એક ફોટોશૂટથી થઈ પછી આ એક્ટ્રેસની કિસ્મત બદલી ગઈ. આજે આ એક્ટ્રેસને કોઈ ઓળખાણની જરૂર નથી. વાત છે કૃતિ સેનનની. એક્ટિંગ, એક્સપ્રેશન અને એટીટ્યૂડ એમ ત્રણેયનું કોમ્બિનેશન કૃતિમાં જોવા મળે છે.

Kriti Sanon 
પોતાની ટેલેન્ટના દમ પર  ઈન્ડસ્ટ્રીમાં કૃતિએ મસ્ત જગ્યા બનાવી લીધી છે. ખાસ વાત એ છે કે, એક ફોટશૂટ માટે કૃતિની બહેન નુપૂરે એના ફોટો ક્લિક કર્યા હતા.એ સમયે કોઈ વિચાર્યું નહીં હોય કે, કૃતિ એક દિવસ બોલિવૂડની સક્સેફૂલ દીવા બની જશે. કૃતિના પિતા રાહુલ સેનન એક સી.એ. છે, જ્યારે એમની માતા દિલ્હી યુનિવર્સિટીમાં પ્રોફેસર રહી ચૂકી છે. કૃતિએ નોઈડાની એક ઈન્સ્ટીટ્યૂટમાંથી બીટેક કર્યું છે. 

Kriti Sanon 

કૉલેજમાંથી મળ્યો ચાન્સ
કૉલેજમાં હતી એ સમયે વિચાર્યું ન હતું કે તે અભિનેત્રી બનશે. અભ્યાસમાં ખૂબ સારી હતી પણ લાંબી હાઈટ અને આત્મવિશ્વાસથી ભરપૂર ચહેરો જોઈને ફેન્સે તેમને મોડલિંગ કરવાની સલાહ આપી હતી.કેમેરા સામે આવશે એવું ક્યારેય વિચાર્યું ન હતું. પછી નસીબ અજમાવવા નુપૂરે સાથ આપ્યો. કૃતિ પાસે કોઈ પ્રોફેશનલ પોર્ટફોલિયો ન હતો. પછી નુપૂર પાસે ફોટો ક્લિક કરાવ્યા. પોતાના ઘર પર ફોટોશૂટ કરવામાં આવ્યું.પછી એ ફોટો ઓનલાઈન મોડલિંગ કોન્ટેસ્ટ માટે મોકલી દીધા.

Kriti Sanon 
કિસ્મતે સાથ આપ્યો અને કૃતિ કોન્ટેસ્ટ જીતી ગઈ. એ પછી જાણીતા ફોટોગ્રાફર ડબ્બૂ રત્નાની સાથે પોર્ટફોલિયો શૂટ કરવાનો ચાન્સ મળ્યો. અહીંયાથી શરૂ થઈ મોડલિંગની જર્ની.એ પછી ફિલ્મ લાઈનમાં જવાનો માટેનો રસ્તો ખૂલ્યો. વર્ષ 2014માં તેલુગુ ફિલ્મ નેનોક્કાડાઈનમાં એક્ટ્રેસ તરીકે કામ કરવાનો ચાન્સ મળ્યો અને પછી શરૂ થઈ ફિલ્મલાઈનની સક્સેફૂલ જર્ની.એ પછી ટાઈગર શ્રોફ સાથે ફિલ્મ આવી 'હિરોપંતી'. જેનાથી બેસ્ટ ફિમેલ ડેબ્યૂ ફિલ્મફેર એવોર્ડ મળ્યો. 'દિલવાલે','બરેલી કી બરફી','લુકાછુપી','કોકટેલ-2' જેવી મોટા બજેટની ફિલ્મ મળી અને સફળ પણ થઈ. 'મીમી' એના માટે એક આઈકોનિક ફિલ્મ સાબિત થઈ હતી. જેમાં સ્ટોરી એક સેરોગેટ મધરની હતી.નેશનલ ફિલ્મ એવોર્ડમાં બેસ્ટ એક્ટ્રેસનું સન્માન પણ મળ્યું