Tue Oct 06 2026

Logo

અમદાવાદમાં 19 વર્ષની વિદ્યાર્થિનીને પરણિત યુવક સાથે થયો પ્રેમ, પ્રેમીની પત્નિને પડી ખબર ને.........શું આવ્યો ખતરનાક અંજામ ?

2026-09-05 09:19:00
Author: Mayur Patel
અમદાવાદમાં 19 વર્ષની વિદ્યાર્થિનીને પરણિત યુવક સાથે થયો પ્રેમ, પ્રેમીની પત્નિને પડી ખબર ને.........શું આવ્યો ખતરનાક અંજામ ?


અમદાવાદઃ અમદાવાદમાં 19 વર્ષની વિદ્યાર્થિનીને પરણિત યુવક સાથે પ્રેમ થયો હતો. જે અંગે પ્રેમીની પત્નિને ખબર પડી ગઈ હતી. જે બાદ વિદ્યાર્થિની પર દબાણ વધારી સતત બે દિવસ સુધી ગંભીર ધમકીઓ આપી માનસિક ત્રાસ ગુજાર્યો હતો આ સતત ત્રાસથી કંટાળી જઈને વિદ્યાર્થિનીએ આપઘાત કર્યો હતો. પોલીસે આત્મહત્યાની દુષ્પ્રેરણાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

શું છે મામલો 

અમદાવાદના સાણંદમાં રહેતી 19 વર્ષીય ફેશન ડિઝાઇનિંગની વિદ્યાર્થિનીએ ગળેફાંસો ખાઈને જીવન ટૂંકાવી લેતાં સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ હતી.મળતીવિગતો મુજબ, મૃતક યુવતીને મેહુલ ગોહિલ નામના યુવક સાથે પ્રેમસંબંધ હતો. આ બાબતની જાણ મેહુલની પત્નિ ચીની ગોહેલને થતાં ઘરમાં તકરાર શરૂ થઈ હતી. ત્યારબાદ મેહુલની પત્નિ ચીની, તેની નણંદ પાયલ અને સસરા બુધાભાઈ ઉર્ફે ભૂવા ગોહેલે વિદ્યાર્થિની પર દબાણ વધારી સતત બે દિવસ સુધી ગંભીર ધમકીઓ આપી માનસિક ત્રાસ ગુજાર્યો હતો. આ સતત ત્રાસથી કંટાળી જઈને યુવતીએ આ અંતિમ પગલું ભરી લીધું હતું.

સ્યુસાઈડ નોટમાં કર્યો ઉલ્લેખ

વિદ્યાર્થિનીએ આપઘાત પહેલા લખેલી સ્યુસાઈડ નોટમાં આરોપીઓ દ્વારા અપાતી ધમકીઓ અને ત્રાસનો વિગતવાર ઉલ્લેખ કર્યો હતો. સ્યુસાઈડ  નોટ કબજે કરીને પોલીસે ત્રણેય સામે ગુનો નોંધી તેમની શોધખોળ માટે અલગ-અલગ ટીમો બનાવી રાજ્યભરમાં તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા.

વિદ્યાર્થિનીના પરિવારજનોએ શું લગાવ્યો આરોપ

બીજી તરફ, આ ઘટનાને ત્રણ દિવસથી વધુ સમય વીતી જવા છતાં હજુ સુધી એકપણ આરોપી પોલીસ પકડમાં આવ્યો નથી. સ્થાનિકો અને પરિવારજનોનો આક્ષેપ છે કે મુખ્ય આરોપી બુધાભાઈ ઉર્ફે ભુવાજી વિસ્તારમાં વગદાર અને મોટું માથું ગણાતા હોવાથી પોલીસ તેમની ધરપકડ કરવામાં ઢીલી નીતિ દાખવી રહી છે.