Sun Jul 26 2026

Logo

સોનાલી બેન્દ્રેએ બોલિવૂડ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના ક્યા રાઝ ખોલી નાંખ્યા, ફેન્સ જાણીને ચોંકી ગયા

2026-07-25 22:15:54
Author: Mumbai Samachar Team
Article Image

Sonali Bendre


મુંબઈઃ બોલિવૂડ અને સાઉથની ફિલ્મોમાં કામ કરી ચૂકેલી એક્ટ્રેસ સોનાલી બેન્દ્રેએ સાઉથની ફિલ્મોને લઈને મોટી વાત કહી છે. બે-બે ઈન્ડસ્ટ્રીમાં કામ કરી ચૂકેલી એક્ટ્રેસે તુલના કરવાના બદલે મોટી ફેક્ટફાઈલ ખોલી છે. એક્ટ્રેસે કહ્યું હતું કે, તેલુગુ ફિલ્મ ઈન્ડસ્ટ્રી હિન્દી સિને ઈન્ડસ્ટ્રી કરતા વધારે ઓર્ગેનાઈઝડ છે. 90ના દાયકાની જાણીતી એક્ટ્રેસ સોનાલી બેન્દ્રેએ પોતાની ફિલ્મી કરિયરમાં ઘણી તેલુગુ ફિલ્મમાં પણ કામ કર્યું છે. બે-બે ઈન્ડસ્ટ્રીમાં સારો એવો અનુભવ લીધા બાદ તેણે કેટલીય ફિલ્મોમાં ઘણી બારિકી જોઈ છે. 

આવું પણ મેં નજરે જોયેલુ
એક ખાસ મુલાકાતમાં સોનાલી બેન્દ્રેએ કહ્યું કે, તેલુગુ સિનેમા હિન્દી સિને ઈન્ડસ્ટ્રી કરતા વધારે ઓર્ગેનાઈઝડ હોય એવું મને સ્પષ્ટ લાગે છે, આ પાછળના કારણ પણ હું તમને કહી શકું છું.એ સમયે તેલુગુ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં બધુ વ્યવસ્થિત હતું.ત્યાં પહેલાથી જ કેટલીક સ્ક્રિપ્ટ તૈયાર રહેતી, સિન પહેલાથી જ પ્લાન કરેલા હતા. જ્યારે હિન્દી સિનેમામાં મેં એવી ફિલ્મોમાં પણ કામ કર્યું જ્યાં સેટ પર સ્ક્રિપ્ટ લખાતી હોય.બે ઈન્ડસ્ટ્રી વચ્ચે આ તફાવત મોટો છે. હા, ફૂડમાં પણ તફાવત છે. તેલુગુ ફિલ્મ કાયમ એક મોટા સ્કેલ પર તૈયાર થાય છે. એનું બજેટ, સ્કેલ, લેવલ અને સંપૂર્ણ પ્લાનિંગ ખૂબ જ મોટું હોય છે. આ કારણે તે હિન્દી ફિલ્મ કરતા અલગ પડે છે. આ પહેલા કાજલ અગ્રવાલે પણ કહ્યું હતું કે, હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં કંઈ ટાઈમ પર થતું નથી.જ્યારે સાઉથની ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં બધુ ટાઈમસર હોય છે. ફિલ્મ આગથી બોલિવૂડ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં એન્ટ્રી કરનારી એક્ટ્રેસે અનેક એવા મોટા બજેટની ફિલ્મમાં કામ કર્યું છે. 

Sonali Bendre

અનેક ફિલ્મોમાં કામ કર્યું
તેલુગુ, તમિલ, કન્નડ અને મરાઠી ફિલ્મોમાં પણ કામ કર્યું છે. મુરારી, ઈન્દ્ર અને મનમધુદુ જેવી સુપરહિટ સાઉથની ફ્લમોમાં પણ તેણે કામ કર્યું છે. તાજેતરમાં તે વેબસિરીઝ રાખમાં જોવા મળી હતી. બોલિવૂડની સિનિયર એક્ટ્રેસ હવે પોતાની ચોઈસની ફિલ્મોને પસંદ કરી રહી છે. હાલમાં ખાસ કોઈ મોટા બજેટની ફિલ્મમાં જોવા ન મળતા ફિલ્મોથી તે અંતર બનાવી રહી હોય એવું લાગે છે. જોકે, થોડા સમય પહેલા જ તેણે કહ્યું હતું કે, સારી સ્ક્રિપ્ટ અને રોલ મળશે તો તે અવશ્ય કામ કરશે. હવે તે કઈ બિગ બજેટ ફિલ્મમાં જોવા મળે છે એ જોવાનું છે.