Mon Oct 05 2026

Logo

અલ્લુ અર્જુનના ભાઈ અલ્લુ સિરીશે રાત્રે હનુમાન મંદિરમાં લાઉડ સ્પીકર મુદ્દે વિરોધ વ્યક્ત કર્યો, ફરિયાદ નોંધાવી

2026-09-28 20:23:21
Author: Chandrakant Kanoja
અલ્લુ અર્જુનના ભાઈ અલ્લુ સિરીશે રાત્રે હનુમાન મંદિરમાં લાઉડ સ્પીકર મુદ્દે વિરોધ વ્યક્ત કર્યો, ફરિયાદ નોંધાવી

હૈદરાબાદ: સાઉથ ફિલ્મોના સુપર સ્ટાર અલ્લુ અર્જુનના ભાઈ અને અભિનેતા અલ્લુ સિરીશ હાલ અલગ જ મુદ્દે ચર્ચામાં છે.તેમણે  હૈદરાબાદના એક હનુમાન મંદિરમાં મોડી રાત સુધી વાગતા જોરદાર ડીજે  સંગીતથી પરેશાન થઈને તેમણે પોલીસમાં સીધી ફરિયાદ નોંધાવી હતી. આ ઘટનાને લઈને સોશિયલ મીડિયા પર ચર્ચા શરૂ થઈ હતી. જેમાં  કેટલાક લોકોએ તેમની ફરિયાદ પર સવાલ ઉઠાવ્યા હતા પરંતુ હવે સિરીશે સ્પષ્ટ કર્યું છે કે તેમને ધર્મ કે ભક્તિ સામે કોઈ વાંધો નથી. પરંતુ મોડી રાતના ઘોંઘાટનો વિરોધ કરે છે. 

આ અંગે અભિનેતાએ જણાવ્યું હતું કે તેઓ ધાર્મિક છે અને ભગવાન હનુમાનના ભક્ત છે, પરંતુ રાત્રે 2 વાગ્યે ડીજે (DJ) વગાડવું એ ભક્તિ નથી. તેમણે જણાવ્યું કે  આસપાસ રહેતા વૃદ્ધો, બાળકો અને નોકરી-ધંધા સાથે સંકળાયેલા લોકોને આ મોટા  અવાજને કારણે ભારે પરેશાની થઈ રહી હતી.

મારી ફરિયાદ નાગરિક જવાબદારી અને શિષ્ટાચાર અંગે

અલ્લુ સિરીશે  એક્સ  પર મંદિરોમાં લેવાયેલી પોતાની જૂની તસવીરો સાથે પોતાના વિચારો રજૂ કર્યા. તેમણે લખ્યું, "મિત્રો, હું પોતે ધાર્મિક છું અને ભગવાન હનુમાનની પૂજા કરું છું. જોકે, રાત્રે 2 વાગ્યે ડીજે પર જોરથી સંગીત વગાડવું એ ભક્તિ નથી. મારી ફરિયાદ નાગરિક જવાબદારી અને શિષ્ટાચાર અંગે છે. ભક્તિ વિશે નહીં. સમજવા બદલ આભાર.

ધાર્મિક પૂજા-અર્ચના સામે કોઈ વાંધો નથી

પોતાની પોસ્ટમાં અભિનેતાએ સ્પષ્ટ કર્યું હતું કે તેમને ધાર્મિક પૂજા-અર્ચના સામે કોઈ વાંધો નથી. તેમને સમસ્યા ખાસ કરીને મોડી રાત્રે જોરથી સંગીત વગાડવા સામે છે.