Tue Oct 06 2026

Logo

દિલ્હી પોલીસે હિંસામાં સંડોવાયેલા 2500 લોકોની તપાસ શરૂ કરી

2026-07-26 22:16:45
Author: Chandrakant Kanoja
દિલ્હી પોલીસે હિંસામાં સંડોવાયેલા 2500 લોકોની તપાસ શરૂ કરી

AI Generated Images


નવી દિલ્હી: દેશમાં નીટ પેપર લીક આંદોલનમાં સંડોવાયેલા લોકો વિરુદ્ધ નોંધાયેલા કેસ પરત ખેંચવા માટે કેન્દ્ર સરકારની ખાતરી બાદ દિલ્હી પોલીસે સ્પષ્ટતા કરી છે. તેમણે કહ્યું છે કે આ અંગે સક્ષમ અધિકારી પાસેથી સત્તાવાર માહિતી મળ્યા બાદ જ આગળની કાર્યવાહી કરવામાં આવશે. તેમજ પોલીસ 2500 લોકોની તપાસ પણ શરૂ કરી છે. 

દિલ્હી પોલીસે 15 એફઆઈઆર દાખલ કરી 

આ દરમિયાન મળતી માહિતી મુજબ દિલ્હી પોલીસે 15 એફઆઈઆર દાખલ કરી છે. એફઆઈઆર પરત ખેંચી લેવામાં આવશે તેવી ખાતરી છતાં પોલીસ સૂત્રોએ સ્પષ્ટતા કરી છે કે આનાથી અથડામણ પાછળના કથિત 'મોટા કાવતરા' અંગે ચાલી રહેલી તપાસ પર કોઈ અસર થશે નહીં.

CCTV ફૂટેજ અને ડિજિટલ પુરાવાની તપાસ 

પોલીસના જણાવ્યા અનુસાર તેઓ  હિંસાનું આયોજન, ઉશ્કેરણી અથવા ભાગ લેવામાં સામેલ શંકાસ્પદોને ઓળખવા માટે CCTV ફૂટેજ, ડિજિટલ પુરાવા, મોબાઇલ ફોન રેકોર્ડ અને સાક્ષીઓના નિવેદનોની સતત તપાસ કરી રહ્યા છે.

2,500 થી વધુ વ્યક્તિઓની ઓળખ કરી

ફેશિયલ રેકગ્નિશન સિસ્ટમનો ઉપયોગ કરીને પોલીસે ગુનાહિત પૃષ્ઠભૂમિ ધરાવતા 2,500 થી વધુ વ્યક્તિઓની ઓળખ કરી છે. 20 જુલાઈના રોજ થયેલી હિંસક અથડામણમાં 200 થી વધુ પોલીસ કર્મચારીઓ અને 70 વિરોધીઓ ઘાયલ થયા હતા. તેમજ  ઘણા સરકારી વાહનો અને અન્ય જાહેર મિલકતોને વ્યાપક નુકસાન થયું હતું.