Thu Aug 27 2026

Logo

યુક્રેનમાં ઓડેસા બંદર પર ચાર ભારતીય વાળા જહાજ પર હુમલો, બે લોકો સુરક્ષિત બે ગુમ

Odesa   2026-07-26 15:54:48
Author: Chandrakant Kanoja
યુક્રેનમાં ઓડેસા બંદર પર ચાર ભારતીય વાળા જહાજ પર હુમલો, બે લોકો સુરક્ષિત બે ગુમ

Reuters


ઓડેસા : યુક્રેનમાં મુખ્ય બંદર ઓડેસા પર ચાર ભારતીયોને લઇ જતાં  એક કાર્ગો જહાજ પર  હુમલો થયો છે. આ અંગે ભારતીય દૂતાવાસે જણાવ્યું હતું કે, તેમાંથી બે લોકો સુરક્ષિત છે જ્યારે બે લોકો અંગે હજુ કોઇ માહિતી નથી મળી. આ હુમલો એમવી એજીએન રેગનાર નામના કાર્ગો જહાજ પર થયો છે. 

ઓડેસા એ યુક્રેનના કાળા સમુદ્રનું એક મુખ્ય બંદર

આ ઘટના શનિવારના રોજ બની હતી. જ્યારે જહાજ ઓડેસા બંદર પર હતું. ઓડેસા એ યુક્રેનના કાળા સમુદ્રનું એક મુખ્ય બંદર છે જેને રશિયા-યુક્રેન યુદ્ધની શરૂઆતથી ઘણી વખત નિશાન બનાવવામાં આવ્યું છે.

રાહત અને બચાવ કામગીરી ચાલુ 

ભારતના કીવ સ્થિત દૂતાવાસે જણાવ્યું હતું કે, તે આ પરિસ્થિતી પર નજીકથી નજર રાખી રહ્યું છે. તેમજ આ હુમલા બાદ રાહત અને બચાવ કામગીરી ચાલી રહી છે. તેમજ સ્થાનિક વહીવટીતંત્ર સાથે સંપર્કમાં રહીને ગુમ થયેલા ભારતીયો અંગે માહિતી એકત્ર કરવામાં આવી રહી છે. 

ભારતીય નાગરિકોની ઓળખ અને ભૂમિકા અંગે તપાસ 

આ  હુમલો કોણે કર્યો છે અને જહાજમાં કેટલા લોકો સવાર હતા તે હજુ સુધી સ્પષ્ટતા કરવામાં આવી નથી. આ જહાજ પરના ભારતીય નાગરિકોની ઓળખ અને ભૂમિકા અંગેની વિગતો હજુ સુધી જાહેર કરવામાં આવી નથી.