Sat Jul 25 2026

Logo

અમ્પાયરની પેનલ્ટી બાદ ભારતીય ટીમે ફાયદો લઈને આઠ ગોલ કરી દીધા

Muscat   2026-07-25 19:39:53
Author: Ajay Motiwala
Article Image

ભારત સામેની હૉકી મૅચમાં પાકિસ્તાનનું મોટું બ્લન્ડર, કારણ જાણીને હસી પડશો!

મસ્કત (ઓમાન): અહીં ભારત સામે પાંચ-પાંચ હૉકી (Hockey) ખેલાડીઓની એક આંતરરાષ્ટ્રીય મૅચમાં પાકિસ્તાને પાંચને બદલે છ ખેલાડીને રમવા ઊતાર્યા એટલે અમ્પાયરે પાકિસ્તાનની ટીમને પેનલ્ટી કરી હતી. આ બ્લન્ડરનું કારણ હસવા જેવું છે.

પાકિસ્તાનનું ટીમ-મૅનેજમેન્ટ શુક્રવારે રાત્રે થયેલી આ ગરબડ (Blunder)ને કારણે શરમજનક સ્થિતિમાં મુકાઈ ગયું હતું. મૅચ શરૂ થવાની તૈયારીમાં જ હતી ત્યાં અમ્પાયરોએ જોયું કે મૅચમાં પાંચ જ ખેલાડીને રમવાની છૂટ છે, જ્યારે પાકિસ્તાને છ ખેલાડીને મેદાન પર મોકલ્યા છે.

ગોલકીપર સહિત પાકિસ્તાનના પાંચ ખેલાડીએ ભારત સામેની આ મૅચમાં રમવાનું હતું. જોકે પાકિસ્તાન (Argentina)ના ટીમ મૅનેજમેન્ટે ગંભીર ગરબડ કરી દેતાં અમ્પાયરે પાકિસ્તાની ટીમને પેનલ્ટી કરી હતી જેમાં અમ્પાયરે તેમના બે ખેલાડીને મેદાન પરથી પાછા જતા રહેવા કહ્યું હતું.

પરિણામે, પાકિસ્તાનની ટીમ ગોલકીપર સહિત ચાર ખેલાડીની થઈ ગઈ હતી જેનો લાભ લઈને ભારતે પાકિસ્તાન સામે આઠ ગોલ કરી દીધા હતા. પાકિસ્તાન હૉકી ફેડરેશનના પ્રમુખને આ ઘટનાની જાણ થઈ ત્યારે તેમણે તરત જ આ ગરબડ કેવી રીતે થઈ એની તપાસનો આદેશ આપ્યો હતો અને ટીમ મૅનેજમેન્ટ પાસે તત્કાળ જવાબ માગ્યો હતો જેમાં મૅનેજમેન્ટે ફેડરેશનને કહ્યું, `કેટલાક ખેલાડીઓ ટીમના કોચ મીટિંગ દરમ્યાન શું કહી રહ્યા છે એ બરાબર સમજી નહોતા શક્યા એટલે આ ભૂલ થઈ ગઈ હતી.'

2022ના હૉકી એશિયા કપમાં પણ પાકિસ્તાને આવી ગરબડ જાપાન સામે કરી હતી જેમાં પાકિસ્તાને 11ને બદલે 12 ખેલાડીને મેદાન પર મોકલ્યા હતા. અમ્પાયરે એ મૅચમાં પાકિસ્તાનના એક ગોલને રદ કર્યો હતો અને પાકિસ્તાન હારી જતાં પછીથી 2023ના વર્લ્ડ કપમાં પણ નહોતું રમી શક્યું.