મુંબઈઃ દિલ્હીમાં જંતરમંતર પર થયેલા વિરોધ પ્રદર્શનને ગંભીરતાથી લઈ કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને રાજીનામું આપી દીધું છે. વિરોધ કરી રહેલા યુવાનો આને પોતાની જીત ગણાવી રહ્યા છે. સરકારે આ મુદ્દે વિરોધ કરી રહેલા યુવાનોની શરતો સ્વીકારી છે. ધર્મેન્દ્ર પ્રધાને પણ રાજીનામું આપી દીધું છે. આ વિષય પર બોલિવૂડના સેલેબ્સ પણ પોતાની પ્રતિક્રિયા આપી છે. પ્રકાશ રાજે આ ઘટનાને ઝેન ઝી જનરેશનની જીત ગણાવી દીધી છે.
પ્રકાશ રાજે લખ્યું કે, ખૂબ ખૂબ અભિનંદન મારા પ્યારા કોક્રોચ, ડીયર સોનમ વાંગચૂક સર, દરેક નાગરિક જે યુવાન સાથે ઊભા રહ્યા, આ તમે લોકોએ સાબિત કરી બતાવ્યું કે, તમે કોઈપણ સરકારને ઘૂટણીયે લાવી શકો છો.
Congratulations ❤️❤️❤️ my Dear Cockroaches.. Dear Sonam wangchuk sir and every single one who stood by the youth . You Have proved that you can bring a regime down to its knees . 💪💪💪 #justasking pic.twitter.com/efMYgbzxlf
— Prakash Raj (@prakashraaj) July 25, 2026
વાણી કપૂરે મૂકી પોસ્ટ
આ વિષય પર વાત કરતા પ્રિયંકા ચોપરાએ કહ્યું કે, ધર્મેન્દ્ર પ્રધાને આખરે રાજીનામું આપી દીધું છે. 30 દિવસમાં નેશનવાઈડ સ્ટુડન્ટ પ્રોટેસ્ટ અને સોનમ વાંગચૂકની 26 દિવસની ભૂખ હડતાલથી એક મોટી સફળતા પ્રાપ્ત થઈ છે. એક્ટ્રેસ અદિતિ રાવ હૈદરીએ ઈન્સ્ટાગ્રામ પર રીએક્શન આપતા ખુશી વ્યક્ત કરી છે. તેણે લખ્યું કરે, યોગ્ય લડાઈ લડવી અને જીતવી. ઝેન ઝીની જીત માટે ઈમાનદારી, સન્માન, અહિંસા, જવાબદારી, અભિવ્યક્તિની આઝાદી અને સમજદારીને હજુ વધારે મજબૂતી મળવી જોઈએ.
50 દિવસનું આંદોલન રંગ લાવ્યું! NEET વિવાદમાં શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું
— Mumbai Samachar Official (@Samachar_Mumbai) July 25, 2026
કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને આખરે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. NEET પરીક્ષામાં ગેરરીતિ અને NTAના વિવાદોને લઈને છેલ્લા લગભગ ૫0 દિવસથી વધુ સમયથી દેશભરમાં વિદ્યાર્થીઓ… pic.twitter.com/6a3UM1G2go
હંમેશા ડર, વર્ગીકરણ અને નફરતથી વધારે જોરદાર અને પ્રભાવી રહો. ઈન્સ્ટાગ્રામ પોસ્ટ પર દિયા મિર્ઝાએ લખ્યું કે, શિક્ષણમંત્રીએ રાજીનામું આપી દીધું છે અને આ યુવાનોની મોટી જીત છે. વાણી કપૂરે ઈન્સ્ટા. પોસ્ટ શૅર કરી લખ્યું હતું કે, ધર્મેન્દ્ર પ્રધાને રાજીનામું આપી દીધું છે.દરેક વિદ્યાર્થી આ મુદ્દાને લઈને દબાણ કરી રહ્યો હતો.સવાલ કરતા રહો અને આશા જાળવી રાખો.આ ક્ષણ તમારા માટે છે.

સોનાક્ષીએ વિડિયો પોસ્ટ કર્યો
સમય રૈનાએ કહ્યું કે,વિદ્યાર્થીઓને વધુ એક અધિકાર મળ્યો છે. એક્ટર વિજય વર્માએ લખ્યું હતું કે, અચ્છા ચલતા હું, દુઆઓમાં યાદ રખના. દિવ્યેંદુ શર્માએ ઈન્સ્ટાગ્રામ પોસ્ટ પર શૅર કરતા લખ્યું કે,ફર્ક પડે છે....અવાજ ઊઠાવવાથી ફર્ક પડે છે, અવાજ ન ઊઠાવો તો ફર્ક ન પડે. જય હિંન્દ. સોનું સૂદે લખ્યું હતું કે,જેન ઝી. હું તમારા જેવો કેમ બનું? સોહા અલી ખાને સોશિયલ મીડિયા પર મૂક્યું હતું કે, ભવિષ્ય યુવાનોનું છે. તેમને હંમેશા પ્રશ્ન પૂછવાની સ્વતંત્રતા, બોલવાની હિંમત અને શાંતિપૂર્ણ રીતે વિરોધ કરવાની જગ્યા મળે. જય હિંદ. સોનાક્ષી સિન્હાએ સોશિયલ મીડિયા પર અભિજીત દીપકેનો વિડિયો શૅર કરતા આશ્ચર્ય અને આનંદ સાથે લખ્યું, આ ભાઈ, આ કરી બતાવ્યું
ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાં બાદ શું કહ્યું અભિજીત દીપકેએ ?
— Mumbai Samachar Official (@Samachar_Mumbai) July 25, 2026
ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા બાદ અભિજીત દીપકેની મોટી પ્રતિક્રિયા!
NEET અને NTA વિવાદ મુદ્દે છેલ્લા ૫૦ દિવસથી વધુ સમયથી રસ્તા પર ઉતરીને વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓ અને યુવાનોની આખરે જીત થઈ છે. જંતર-મંતર પર ચાલેલા… pic.twitter.com/waCEZR8O2n