Tue Oct 06 2026

Logo

‘દૃશ્યમ 3’ મૂવી રિવ્યૂઃ ફિલ્મનું સસ્પેન્સ દર્શકોને પસંદ પડ્યું, પણ સોશિયલ મીડિયા પર યૂઝર્સે આપી ચોંકાવનારી પ્રતિક્રિયા?

2026-10-02 17:19:29
Author: Mumbai Samachar Team
‘દૃશ્યમ 3’ મૂવી રિવ્યૂઃ ફિલ્મનું સસ્પેન્સ દર્શકોને પસંદ પડ્યું, પણ સોશિયલ મીડિયા પર યૂઝર્સે આપી ચોંકાવનારી પ્રતિક્રિયા?

મુંબઈ: બોલીવુડના સુપરસ્ટાર અજય દેવગન ફરી 'વિજય સાલગાવકર'ના રોલમાં પરત ફર્યા છે અને આ વિજય સાલગાવકરની કહાનીનું આ અંતિમ ચેપ્ટર છે. અજય દેવગનની બહુપ્રતિક્ષિત ફિલ્મ ‘દૃશ્યમ 3: ધ કન્ક્લૂઝન’ આજે સિનેમાઘરોમાં રિલીઝ થયું છે અને પ્રથમ શો બાદ સોશિયલ મીડિયા પર ફિલ્મને લઈને દર્શકોની પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે. ફિલ્મના ટ્વિસ્ટ, સસ્પેન્સ, સ્ક્રીનપ્લે અને ખાસ કરીને ક્લાઇમેક્સની સોશિયલ મીડિયા પર ભારે ચર્ચા થઈ રહી છે. 

ઘણા દર્શકોએ ફિલ્મને જોરદાર થ્રિલર ગણાવી છે અને કેટલાકે તો તેને ‘બ્લોકબસ્ટર’ પણ ગણાવી છે. ફિલ્મનું દિગ્દર્શન અભિષેક પાઠકે કર્યું છે. અજય દેવગન ઉપરાંત તબ્બુ, શ્રિયા સરન, ઈશિતા દત્તા, રાજત કપૂર અને મૃણાલ જાધવ પોતાની ભૂમિકાઓમાં જોવા મળે છે, જ્યારે જયદીપ અહલાવત નવી મહત્વની ભૂમિકામાં નજરે પડે છે. 

'દ્રશ્યમ 3' ને લઈને દર્શકોમાં ઉત્સાહ 
અભિષેક પાઠકના નિર્દેશનમાં બનેલી 'દ્રશ્યમ 3' ક્રાઇમ થ્રિલર આ ફ્રેન્ચાઈઝીની અંતિમ લિંક પણ મજબૂત છે. ફિલ્મની રિલીઝને લઈને દર્શકોમાં સારો એવો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ફિલ્મ જોઈ ચૂકેલા દર્શકો હવે સોશિયલ મીડિયા પર પોતાની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. 

કલાઇમેકસ પર ચાહકો ફિદા થયા 
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર દર્શકો અજય દેવગનની આ ફિલ્મની ખૂબ પ્રસંશા કરી રહ્યા છે. કહાની અને  ટ્વિસ્ટની સાથે દર્શકો કલાઈમેક્સના પણ વખાણ કરી રહ્યા છે. એક દર્શકે પ્રતિક્રિયા આપતા લખ્યું, 'મેં 'દ્રશ્યમ 3' જોઈ લીધી છે અને આ વખતે વિજય સાલગાવકરની કહાનીમાં જે જોવા મળે છે, તેનાથી પોતાને રોકવું જરૂરી છે. 

ઘણા દર્શકોએ ફિલ્મના ટ્વિસ્ટની પકડના પણ વખાણ કર્યા હતા. એકે લખ્યું હતું કે 'ઇન્ટેન્સ રોલમાં અજય દેવગન કમાલ કરે છે' જયદીપ અહલાવતના પણ વખાણ કરવામાં આવે છે. સ્ક્રીન પ્લે અને રાઇટિંગ કમાલ છે. સિરીઝને કન્ક્લુડ કરવાની રીત પણ લોકોને પસંદ પડી રહી છે. 

ફિલ્મના દર્શકોને કર્યા ઈમ્પ્રેસ 
એક યુઝરે ફિલ્મના ફર્સ્ટ હાફના વખાણ કરતા લખ્યું, 'ફિલ્મનો ફર્સ્ટ હાફ સરસ છે.' અન્ય એકે લખ્યું, 'દ્રશ્યમ 3 નું ક્લાઈમેક્સ ટ્વીસ્ટ દ્રશ્યમ 1 અને 2 કરતા વધારે સારું છે. તેની શરૂઆત તણાવપૂર્ણ ક્ષણ બંને ફિલ્મોથી ઉત્તમ છે.' અન્ય એક યુઝરે લખ્યું, 'જયદીપ ફિલ્મમાં એક્સ્ટ્રા ઇન્ટેન્સિટી લઈને આવે છે અને અજય દેવગન ફરી એકવાર  વિજય સાલગાવકરના શાંત અને ચાલાક અંદાજને જાળવી રાખે છે.'

છેલ્લી 30 મિનિટ બની માસ્ટરસ્ટ્રોક 
સોશિયલ મીડિયા પર છેલ્લી 30 મિનિટની સૌથી વધારે ચર્ચાઓ થઈ રહી છે. એક યુઝરે એક્સ પર સ્પોઈલર આપ્યા વગર લખ્યું હતું કે 'હું કોઈ સ્પોઈલર આપીશ નહીં, પરંતુ છેલ્લી 30 મિનિટ જબરદસ્ત છે. ક્લાઈમેક્સ જાણવા માટે તમારે પોતે થિયેટર્સમાં જવું પડશે.' અન્ય એકે કહ્યું કે ફિલ્મના અંતિમ 30 મિનિટ એકદમ ગ્રીપિંગ છે. આ કહાની ફિલ્મને એક સંતોષકારક અંત સુધી પહોંચાડે છે. 

બોક્સ ઓફિસ પર મજબૂત પકડ 
'દ્રશ્યમ 3' એ એડવાન્સ બૂકિંગમાં જ મોટો આંકડો પર કર્યો હતો. એક આંકડા અનુસાર ફિલ્મના છ શો ડેટ્સ માટે લગભગ 51.45 કરોડનું એડવાન્સ બુકિંગ કરવામાં આવ્યું હતું. હાલમાં આ ફિલ્મને પોઝિટિવ પ્રતિસાદ મળી રહ્યો છે ત્યારે હવે એ જોવાનું રહ્યું કે ફિલ્મની હાઇપથી શું ફાયદો મળે છે.