મુંબઈઃ દેશના મોટા અને મહત્ત્વના મુદ્દાઓ પર હંમેશાં બેબાક રીતે પોતનો મત વ્યક્ત કરનારા સિનિયર એક્ટ્રેસ શબાના આઝમી એ SIRને લઈ પોતાનું નિવેદન આપ્યું છે. આ વખતે તે પોતાના નિવેદનને લઈ ચર્ચામાં છે. ચૂંટણી પંચની SIRની પ્રક્રિયા બાદ મતદાર યાદીમાંથી મતદાતાઓના નામ ગાયબ થયા બાદ શબાના આઝમીએ મૌન તોડ્યું હતું. સોશિયલ મીડિયા પર એક મેસેજ પોસ્ટ કરીને એક્ટ્રેસે સમગ્ર મુદ્દા પર ચિંતા વ્યક્ત કરી છે. આ સાથે એક્ટ્રેસે એવા લોકોને અપીલ કરીને પોતના અધિકાર માટે વાત કરી છે.
વીડિયો પોસ્ટ કરી મેસેજ આપ્યો
ઈન્સ્ટાગ્રામ પર શબાના આઝમીએ એક વીડિયો પોસ્ટ કર્યો હતો જેના કેપ્શનમાં લખ્યું હતું કે, તમારો મત તમારો અધિકાર છે. તમારો મત તમારો અવાજ છે. પણ શું થશે જ્યારે મતદાર યાદીમાંથી તમારો મત જ ગાયબ થઈ જશે? પોતાના લોકતાંત્રિક અધિકાર માટે વિરોધ પ્રદર્શનમાં સામેલ થાવ. મતદાન એ તમારો અધિકાર છે અને તમારો મત દેશનું ભવિષ્ય નક્કી કરી શકે છે.’ પરંતુ જ્યારે તમારો મત ગણતરીમાં જ ન લેવાય ત્યારે શું થાય? જ્યારે મતદાર યાદીમાંથી તમારું નામ અચાનક ગાયબ થઈ જાય ત્યારે શું થાય? જ્યારે તમારો મત રદ કરવામાં આવે અથવા તેમાં ચેડાં કરવામાં આવે ત્યારે શું થાય? આ સંદર્ભમાં, તેમણે સ્પષ્ટ કર્યું કે આ મુદ્દો કોઈ ચોક્કસ રાજકીય પક્ષ વિશે નથી. તે દરેક વ્યક્તિના મત, અધિકારો અને સ્વયં લોકશાહીના રક્ષણ વિશે છે.
Shabana Azmi has said that she will join the protest at Mumbai's Shivaji Park on Friday.
— The Wire (@thewire_in) October 2, 2026
"Your vote is your right. Your vote is your voice. But what happens when your vote disappears from the voter’s list. Join the protest for your democratic right." https://t.co/igQMrKj5Y9 pic.twitter.com/QbTmVnobOw
નાગરિકોને અપીલ કરી
વિરોધ પ્રદર્શનને લઈ મંજૂરી ન મળતા નિરાશા વ્યક્ત કરતા એક્ટ્રેસે કહ્યું કે, અમે વિરોધ પ્રદર્શન માટે અનેકવાર મંજૂરી માગી પણ મંજૂરી મળી નહીં. સવાલ પૂછવો એ લોકતાંત્રિક હક છે. એટલા માટે ઘરેથી નીકળો સવાલ પૂછો, અવાજ ઊઠાવો અને પોતાના મત માટે આગળ આવો. આ દરમિયાન તેમણે વધુને વધુ લોકોને અપીલ કરતા વિરોધ પ્રદર્શનમાં જોડાવવા માટેની વાત કહી હતી.
એમના આ વીડિયોને 2 લાખથી વધુ લાઈક્સ મળી હતી. આવું પહેલીવાર નથી બન્યું, આ પહેલા પણ તેઓ અનેક એવા દેશના મોટા મુદ્દાને લઈ પોતાનો મત વ્યક્ત કરી ચૂક્યા છે. આ સિવાય બોલીવુડના ઘણાય કલાકારોએ દેશના સંવેદનશીલ મુદ્દાઓ પર પોતાની વાત કહી હતી.