મુંબઈ- કૉક્રૉચ જનતા પાર્ટી (સીજેપી)એ 2 ઑક્ટોબરે ગાંધી જયંતીના અવસરે દાદરના શિવાજી પાર્કમાં કરેલા આંદોલન બદલ મુંબઈ પોલીસે શનિવારે આયોજકો તેમ જ 400-500 અજાણ્યા શખસો વિરુદ્ધ ગુનો દાખલ કર્યો હતો.
શિવાજી પાર્ક પોલીસ સ્ટેશનમાં આ પ્રકરણે ભારતીય ન્યાય સંહિતા અને મહારાષ્ટ્ર પોલીસ એક્ટ હેઠળ ગેરકાયદેસર રીતે ટોળું જમા કરવું, પોલીસ દ્વારા જારી જમાવબંધીના આદેશનો અનાદર કરવો અને અન્ય કલમો હેઠળ એફઆઇઆર દાખલ કર્યો હોવાનું અધિકારીએ જણાવ્યું હતું.
Mukesh Khanna On CJP Protest : CJP आंदोलनावर मुकेश खन्नांचा संताप; विद्यार्थ्यांना दिला इशारा#MukeshKhanna #AbhijeetDipke #CJP #CJPProtest #GyaneshKumar #MumbaiNews #PoliticalNews #MaharashtraNews pic.twitter.com/x2zu7YGMt8
— Mumbai Samachar Marathi (@mumbai_mar53692) October 3, 2026
શિવાજી પાર્ક વિસ્તારના રહેવાસીએ આ પ્રકરણે નોંધાવેલી ફરિયાદને આધારે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. જોકે આ મામલે તપાસ ચાલી રહી હોવાથી હજી સુધી કોઇની પણ ધરપકડ કરવામાં આવી ન હોવાનું અધિકારીએ જણાવ્યું હતું.
કૉક્રૉચ જનતા પાર્ટીના સ્થાપક અભિજિત દીપકેની આગેવાની હેઠળ શુક્રવારે શિવાજી પાર્કમાં આંદોલનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા.
Abhijit Dipke Vs Nitesh Rane : PM मोदींवरील वक्तव्यावरून वाद; दिपकेवर नितेश राणेंचा पलटवार#AbhijitDipke #NiteshRane #PMModi #PoliticalNews #MaharashtraPolitics #MumbaiNews #CJP #BJP #Politics pic.twitter.com/Fw9ENVG6Yn
— Mumbai Samachar Marathi (@mumbai_mar53692) October 3, 2026
મતદાન પત્રકમાં સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (એઆઇઆર)માં અનિયમિતતા માટે મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારનું રાજીનામું માગતાં શુક્રવારે આંદોલન કરવામાં આવ્યું હતું. (પીટીઆઇ)