Tue Jul 28 2026

Logo

પતિ સૂરજ નામ્બિયાર સાથેના છૂટાછેડાની અફવા પર મૌની રોયે મોટી ચોખવટ કરી

2026-05-13 16:43:00
Author: Mumbai Samachar Team
Article Image

મુંબઈઃ મૌની રોયના પતિ સૂરજ નામ્બિયાર સાથેના છૂટાછેડાની અફવાને લઈ ચર્ચાઓ શરૂ થઈ છે. બન્નેના સેપરેશનને લઈને અનેક પ્રકારની વાતો થઈ રહી છે. કેટલીક અટકળો પણ લગાવવામાં આવી રહી છે. આ સમગ્ર વિષય પર હવે મૌની રોયે પોતાની પ્રતિક્રિયા આપી છે. સેલેબ્સની પર્સનલ લાઈફ ક્યારેય ચર્ચાનું એટલું મોટું સ્વરૂપ લઈ લે છે કે, સાચી-ખોટી વાતો વહેતી થાય છે. મૌનીએ પોતાના પતિ સૂરજને ઈન્સ્ટાગ્રામ પર અનફોલો કરી દીધા છે. આ પછી સોશિયલ મીડિયા યુઝર્સે અનેક પ્રકારના ક્યાસ લગાવવાના શરૂ કરી દીધા હતા. 

મીડિયાને બે હાથ જોડીને અપીલ કરી
હવે મૌની અને સૂરજના સેપેરશનની વાતો થઈ રહી છે. આ માહોલ વચ્ચે મૌનીએ પોતાની પ્રતિક્રિયા આપી છે. ઈન્સ્ટાગ્રામ પર એક સ્ટોરી શેર કરીને મૌનીએ લખ્યું હતું કે, તમામ મીડિયા સંસ્થાને અપીલ છી કે, ખોટા નરેટીવ પ્રકાશિત કે પ્રસારિત ન કરે. કૃપા કરીને અમને અમારી સિક્રસી અને પર્સનલ સ્પેસ આપો. આ સાથે મૌનીએ અંતમાં  બે હાથ જોડતા ઈમોજી શેર કર્યા હતા. મૌની અને સૂરજની મુલાકાત એક ક્લબમાં પહેલીવાર થઈ હતી. પછી બન્ને વચ્ચે દોસ્તી થઈ અને ધીમે ધીમે બન્ને એકબીજાની નજીક આવવા લાગ્યા હતા. પછી મુલાકાત વધી અને ડેટ પણ વધી.લોકડાઉનના સમય દરમિયાન મૌની લાંબા સમય સુધી સૂરજ સાથે દુબઈમાં રોકાઈ હતી. 

રિલેશનશીપને લઈને સસ્પેન્સ
દુબઈમાં સાથે રહેવાથી બન્ને એકબીજાથી વધારે નજીક આવી ગયા હતા. પછી બન્નેએ આ રિલેશનશીપને આગળ વધારવાનો નિર્ણય કર્યો.27 જાન્યુઆરી 2022ના રોજ સૂરજ અને મૌનીના લગ્ન થયા. બંગાળી અને મલયાલમ એમ બન્ને પરંપરા સાથે ફેરા લીધા હતા. આના ફોટો સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવ્યા હતા. સામાન્ય રીતે મૌની અત્યાર સુધી સૂરજ સાથે પોતાની તસવીર શેર કરતી હતી. પણ છેલ્લા કેટલાક સમયથી મૌનીની પોસ્ટમાં બન્ને સાથે જોવા મળ્યા ન હતા. આના પરથી એટલો અંદાજો લગાવી શકાય કે, બન્ને વચ્ચેના સંબંધોને લઈને કંઈક તો અસામાન્ય છે. મૌનીએ પોતાની રિલેશનશિપના કરંટ સ્ટેટસને લઈને કોઈ વાતનો ફોડ પાડ્યો નથી.