વોશિંગ્ટનઃ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપે શુક્રવારે વેનેઝુએલાની સાથે એક વ્યાપક સમજૂતીની જાહેરાત કરી છે. જો આ ડીલ ફાઇનલ થશે તો દક્ષિણ અમેરિકી દેશના વિશાળ ક્રૂડ ઓઇલના ભંડાર સુધી ખર્ચ મૂલ્ય પર પહોંચ મળી શકશે.
સોશિયલ મીડિયા પર આ સમજૂતીની જાહેરાત કરતા રાષ્ટ્રપતિ ટ્રંપે જણાવ્યું કે આની પર વિદેશ મંત્રી માર્કો રુબિયો, રક્ષા મંત્રી પીટ હેગસેથ અને વેનેઝુએલાના કાર્યવાહક રાષ્ટ્રપતિ ડેલ્સી રોડ્રિગ્ઝ વચ્ચે વાતચીત થઇ હતી. ટ્રમ્પે આવને વિશ્વ ઇતિહાસની તેલની મોટી સમજૂતી ગણાવી છે.
શું છે સમજૂતીની શરતો?
વેનેઝુએલામાં ડેલ્સી રોડિગ્ઝ સરકાર દ્વારા જારી નિવેદન અનુસાર આ ઐતિહાસિક સમજૂતી 17 તેલ ક્ષેત્રોના વિકાસ સાથે જોડાયેલો છે, જેમાં 65 અબજ બેરલ તેલની પ્રમાણિત ક્ષમતા રહેલી છે. આ સમજૂતીથી વેનેઝુએલાના તેલ ઉદ્યોગમાં લગભગ 100 અબજ ડોલરનું મોટું રોકાણ આવવાની આશા છે, જેનાથી કરાકસને 209 અબજ ડોલરથી વધુની ટેક્સની આવક પ્રાપ્ત થઇ શકે છે.
રોડ્રિગ્ઝે પણ ટેલીગ્રામ પર એક સંદેશમાં કહ્યું કે આ પગલું તેમના દેશના આર્થિક પુનરોદ્ધારમાં એક ઘણી જ મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવશે.
સમજૂતી સાથે જોડાયેલા એક અમેરિકી અધિકારીએ જણાવ્યું કે અમેરિકા વેનેઝુએલામાં ખાનગી ઓપરેટરની સાથે મળીને એક નવી કંપની બનાવશે. રોડ્રિગ્ઝ સરકારે આ નવી કંપનીને તેલ ક્ષેત્રોના વિકાસ માટે 100 વર્ષના અધિકાર સોંપ્યા છે. આ નવા એકમ પ્રભાવી ઉત્પાદનનો 55 ટકા હિસ્સો અમેરિકાને મળશે, જેમાં માલિકી હક અને પડતર કિંમતે તેલ ખરીદવાનો અધિકાર સામેલ છે.
આ કંપની સાઉદી અરામકો બાદ પ્રમાણિત તેલ ભંડારોની બીજી સૌથી મોટી કોર્પોરેટ ધારક બની જશે. અહીંથી પ્રાપ્ત તેલનો ઉપયોગ મુખ્યત્વે અમેરિકી રણનીતિક પેટ્રોલિયમ ભંડારને ભરવા અને સૈન્ય જરૂરિયાતોને પૂરી કરવા માટે કરવામાં આવશે.