Thu Sep 10 2026

Logo

ક્રિતી સેનન બાદ હવે સેલિના જેટલીના લૂકને કારણે થઈ ટ્રોલ, રક્ષાબંધનના આઉટફિટ પર યુઝર્સે ઉઠાવ્યા સવાલ

2026-08-28 21:06:01
Author: Mumbai Samachar Team
ક્રિતી સેનન બાદ હવે સેલિના જેટલીના લૂકને કારણે થઈ ટ્રોલ, રક્ષાબંધનના આઉટફિટ પર યુઝર્સે ઉઠાવ્યા સવાલ

મુંબઈ: બોલીવુડની જાણીતી અભિનેત્રી સેલિના જેટલી રક્ષાબંધનના અવસર પર પોતાના લુકને કારણે સોશિયલ મીડિયા પર ચર્ચામાં આવી છે. મુંબઈમાં યોજાયેલા રક્ષાબંધનના એક ખાસ કાર્યક્રમમાં સેલિના ફ્લોરલ સાડી અને લાલ રંગના ડીપનેક બ્લાઉઝમાં જોવા મળી હતી. તેમનો આ લુક સામે આવ્યા બાદ સોશિયલ મીડિયાના કેટલાક યુઝર્સે તેમના પહેરવેશ અંગે સવાલો ઉઠાવવાનું શરૂ કર્યું.

સોશિયલ મીડિયા પર શરૂ થઈ ટ્રોલિંગ

સેલિનાના આ લુકને લઈને સોશિયલ મીડિયા પર અલગ-અલગ પ્રકારની પ્રતિક્રિયાઓ જોવા મળી રહી છે. કેટલાક યુઝર્સે રક્ષાબંધન જેવા ધાર્મિક-સાંસ્કૃતિક તહેવાર દરમિયાન તેમના પહેરવેશને ભારતીય પરંપરા સાથે જોડીને ટીકા કરી. 

કેટલાક યુઝર્સે એવો સવાલ પણ કર્યો કે તહેવારની ઉજવણી કરતી વખતે તેના સાંસ્કૃતિક સ્વરૂપ અને પરંપરાગત પ્રતીકોનું ધ્યાન રાખવું જોઈએ કે નહીં.

ક્રિતી સેનન પછી સેલિના નિશાને

સેલિના જેટલીનો આ વિવાદ એવા સમયે સામે આવ્યો છે જ્યારે તાજેતરમાં અભિનેત્રી ક્રિતી સેનનના એક ફેશન લુકને લઈને પણ સોશિયલ મીડિયા પર ચર્ચા અને વિવાદ થયો હતો. હવે કેટલાક સોશિયલ મીડિયા યુઝર્સે સેલિનાના રક્ષાબંધન લુકને પણ એ જ ચર્ચા સાથે જોડ્યો છે. કેટલાક લોકોએ તેમના પર હિંદુ તહેવારની પરંપરાઓનું પૂરતું સન્માન ન કરવાનો આરોપ લગાવ્યો છે.

યુઝર્સે શું કહ્યું?

એક સોશિયલ મીડિયા યુઝરે રક્ષાબંધનના પ્રસંગે સેલિનાના પહેરવેશને ભારતીય સંસ્કૃતિ અને પરંપરાના સંદર્ભમાં યોગ્ય ન ગણાવ્યો. આ ચર્ચામાં બિંદી, સિંદૂર, બંગડીઓ જેવા પરંપરાગત પ્રતીકોનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો.
અન્ય એક યુઝરે સવાલ ઉઠાવ્યો કે જ્યારે તહેવારોના લૂકને લઈને અગાઉ પણ વિવાદ થઈ ચૂક્યા છે, ત્યારે બોલિવૂડમાં ફરી આવી સ્થિતિ કેમ ઊભી થાય છે. જોકે આ તમામ ટિપ્પણીઓ સોશિયલ મીડિયા યુઝર્સનો વ્યક્તિગત મત છે. 

આ ટ્રોલિંગ અંગે સેલિના જેટલીએ અત્યાર સુધી કોઈ જાહેર પ્રતિક્રિયા આપી નથી. સેલિનાનો ભાઈ અને નિવૃત્ત મેજર વિક્રાંત જેટલી હાલમાં અબુધાબીમાં કસ્ટડીમાં હોવાનો અહેવાલ છે.