નવી દિલ્હીઃ નેપાળમાં આવેલા પૂર સંકટની ભારતને ડાયરેક્ટ કોઈ અસર થઈ નથી, પણ વ્યાપારની દ્રષ્ટિએ મોટી મુશ્કેલીઓ ઊભી થઈ ગઈ છે. રસ્તો ખરાબ હોવાના કારણે ભારત-નેપાળ બોર્ડર પર મોટીં સંખ્યામાં જરૂરી સામાન લઈ જતા ટ્રકની લાંબી લાઈન લાગી છે. ખાસ કરીને સોનૌલી બોર્ડર પર ભારત અને નેપાળના ટ્રકની લાંબી લાઈન લાગી છે. 16 કિમી સુધી ટ્રકના થપ્પા લાગેલા છે.ટ્રકના પૈડાં થંભી જવાના કારણે અનેક એવી કોમોડિટીના કારોબાર પર અણધારી બ્રેક લાગી ગઈ છે. નેપાળ અને ભારત વચ્ચે દર વર્ષે કરોડો રૂપિયાનો વ્યાપાર થાય છે.
ભારતના વ્યાપારને આંશિક અસર
નેપાળમાં આવેલા પૂરની અસર ભારતના વ્યાપાર પર પરોક્ષ રીતે થઈ રહી છે. રસ્તો ખરાબ થઈ હોવાના કારણે અને તૂટી ગયો હોવાના કારણે કાઠમંડું સહિત અન્ય ભાગમાં ગુડ્સના ટ્રકના પૈડાં થંભી ગયા છે. ખાસ કરીને ભારત-નેપાળ બોર્ડર લાંબા અંતર સુધી ટ્રકનો ટ્રાફિકજામ જોવા મળ્યો છે. અનેક એવા ટ્રક છે જે નેપાળમાં એન્ટ્રી લેવા માટે પ્રયાસ કરી રહ્યા છે અથવા તો લાઈનમાં ઊભા છે. વાહનોની વધતી જતી સંખ્યા આ વિસ્તારમાં એક ટ્રાફિકને વેગ આપી રહી છે.
વાહનવ્યહાર પણ અનેક નાના-મોટા જિલ્લામાં ઠપ્પ થઈ ગયો હોવાનું સામે આવ્યું છે. માલવાહક ટ્રક પણ વિલંબથી ચાલી રહ્યા છે. આ વિલંબ કલાકોમાં નહીં પણ દિવસોમાં હોવાનું જાણવા મળ્યું છે. નેપાળના ઉચ્ચ અધિકારીઓનું કહેવું છે કે, રસ્તાનું નેટવર્ક ફરી શરૂ કરવામાં નહીં આવે તો સ્થિતિ વધારે ખરાબ થઈ શકે છે. બે દેશ વચ્ચે જરૂરી સામાનને આપ લે અટકી જશે. જરૂરી સાધનોમાં પણ વિલંબ ઊભો થઈ શકે છે. નેપાળમાં પૂરને કારણે અનેક સ્થાનિકોને પણ માઠી અસર ઊભી કરી છે. સોનૌલી વિસ્તારમાં જગન્નાથપુર ગામના એક સ્થાનિક રાજકુમારે કહ્યું હતું કે, હું કાઠમંડુમાં એક પ્લાયવૂડ તથા ફર્નિચરનું કામ કરૂ છું.
આ કોમોડિટીને સીધી અસર
પૂરના કારણે અડધા રસ્તાથી ઘરે પાછા ફરવાનો વારો આવ્યો છે. અનેક એવા પરિવારો વિખુટા પડી ગયા છે. અનેક પરિવારનો માળો વિખેરાઈ ગયો છે. જે લોકો છે તે પણ સુરક્ષિત સ્થાન પર જવા માટે દોડી રહ્યા છે. પાડોશી જિલ્લા કુશનગરમાં અધિકારીઓ સતત મોનિટરિંગ કરી રહ્યા છે. નરવાજોત અને અહિરૌલી વચ્ચે 17.5 કિમી લાંબા બંધ પર વૉચ રાખવામાં આવી રહી છે. હવે આના કારણે સ્થિતિ ન બગડે એવી નેપાળના લોકો પ્રાર્થના કરી રહ્યા છે. અનાજ, જરૂરી વાહનોના પાર્ટ, ઓટોની મશિનરી, ખાણી-પીણીની વસ્તુઓ, સ્ટીલ, લોઢું, દવાઓ, ઈલેક્ટ્રોનિક્સ આઈટ્મ, પ્લાસ્ટિક અન્ય સ્ટોરેજ માટેના સામાન જેવી કોમોડિટીનો વેપાર નેપાળ સાથે થાય છે. જેનો વાર્ષિક વકરો 1600 કરોડ જેટલો થાય છે.