Wed Sep 16 2026

Logo

ટ્રક સાથે મોટરસાઇકલ ટકરાતાં પોલીસ કોન્સ્ટેબલનું મૃત્યુ

2026-08-31 16:44:06
Author: Yogesh D. Patel
ટ્રક સાથે મોટરસાઇકલ ટકરાતાં પોલીસ કોન્સ્ટેબલનું મૃત્યુ

હિંગોલી: હિંગોલી જિલ્લામાં વિરુદ્ધ દિશાથી પૂરપાટ વેગે આવી રહેલી ટ્રક સાથે મોટરસાઇકલ ટકરાતાં પચાસ વર્ષના પોલીસ કોન્સ્ટેબલનું મૃત્યુ થયું હતું.ઔંધ તહેસીલના હિવારા ગામની નજીક રવિવારે મોડી રાતના આ અકસ્માત થયો હતો. પોલીસ કોન્સ્ટેબલ ઔંધ ખાતે બંદોબસ્તમાં હાજર હતો અને ડ્યૂટી પત્યા બાદ તે મોટરસાઇકલ પર ઘરે પાછો જઇ રહ્યો હતો.

કોન્સ્ટેબલની ઓળખ મુરલીધર જાધવ તરીકે થઇ હોઇ તે ઔંધથી બસંબા ગામ તરફ જઇ રહ્યો હતો ત્યારે તેની મોટરસાઇકલ વિરુદ્ધ દિશાથી પૂરપાટ વેગે આવી રહેલી ટ્રક સાથે ટકરાઇ હતી, એમ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું.

અકસ્માતમાં કોન્સ્ટેબલ જાધવ ગંભીર રીતે ઘવાયો હતો. તેને સારવારાર્થે હોસ્પિટલમાં લઇ જવાયો હતો, જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો. આસિસ્ટન્ટ પોલીસ ઇન્સ્પેક્ટર શ્યામરાવ ડોંગરેએ કહ્યું હતું કે જાધવ હિંગોલીમાં બસંબા પોલીસ સ્ટેશનમાં કાર્યરત હતો. (પીટીઆઇ)