Mon Aug 31 2026

Logo

ફિલ્મ ટોક્સિક બાદ કિયારાના હાથમાં વધુએક બિગ બજેટ ફિલ્મ, ફરી કોઈ સિક્વલમાં કામ કરશે?

2026-08-30 13:26:00
Author: Mumbai Samachar Team
ફિલ્મ ટોક્સિક બાદ કિયારાના હાથમાં વધુએક બિગ બજેટ ફિલ્મ, ફરી કોઈ સિક્વલમાં કામ કરશે?

મુંબઈઃ  બોલિવૂડ અભિનેત્રી કિયારા અડવાણી ફરી એકવાર ચર્ચામાં આવી છે. યશની ફિલ્મ 'Toxic: A Fairy Tale for Grown-Ups'માં મહત્વની ભૂમિકા ભજવ્યા બાદ હવે કિયારાને વધુ એક મોટા પ્રોજેક્ટ સાથે જોડવામાં આવી હોવાના અહેવાલો સામે આવ્યા છે.આ પ્રોજેક્ટને લઈ હજુ સુધી એક્ટ્રેસ તરફથી ખાસ કોઈ વિગત જાણવા મળી નથી. ચર્ચા એવી છે કે, આ પ્રોજેક્ટ સાથે ક્નેક્ટ થશે તો ફરી એકવાર એની ઈમોશન ફીલિંગ્સ સ્ક્રિન પર જોવા મળશે. 

આ ફિલ્મની સિક્વલમાં થશે પસંદગી?
એક મીડિયા રિપોર્ટ્સ અનુસાર કિયારા અડવાણીને 2016માં આવેલી ફિલ્મ 'Ki & Ka' ની સિક્વલ માટે સંપર્ક કરવામાં આવ્યો હોવાનું કહેવાય છે, જોકે આ અંગે હજુ સુધી મેકર્સ અથવા કિયારા તરફથી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.  'Ki & Ka'માં અર્જુન કપૂર અને કરીના કપૂરે મુખ્ય ભૂમિકા ભજવી હતી. ફિલ્મની સ્ટોરી પરંપરાગત પતિ-પત્નીની ભૂમિકાઓથી અલગ વિચાર રજૂ કરતી હતી. પતિ ઘરના કામમાં પણ કેટલી સરળતાથી શિફ્ટ થઈ શકે છે અને એક કોર્પોરેટ વર્લ્ડમાં સ્ત્રી પણ એક પદ સુધી પહોંચી શકે છે એની સ્ટોરી આ ફિલ્મમાં બતાવવામાં આવે છે. ફિલ્મમાં અર્જુન કપૂરનું પાત્ર ઘર સંભાળવાનું પસંદ કરે છે, જ્યારે કરીના કપૂરનું પાત્ર કારકિર્દી પર ધ્યાન કેન્દ્રિત કરે છે.

અનોખી વાર્તાએ બનાવ્યો હતો અલગ ચાહક વર્ગ
‘Ki & Ka’નો મુખ્ય વિચાર એ હતો કે લગ્નજીવનમાં પતિ અને પત્નીની ભૂમિકા સમાજની પરંપરાગત અપેક્ષાઓથી અલગ પણ હોઈ શકે છે. આ કારણે ફિલ્મે તે સમયે દર્શકોમાં ચર્ચા જગાવી હતી અને લિંગ આધારિત સામાજિક ભૂમિકાઓ અંગે સવાલો પણ ઉઠાવ્યા હતા. ફિલ્મમેકર્સ આર.બલ્કી કમબેક ધમાકેદાર રીતે કરી શકે છે. આ માટે તેમણે તૈયાર કરી લીધી હોવાનું પણ જાણવા મળી રહ્યું છે ખાસ કરીને ફિલ્મની સ્ક્રિપ્ટ પર પહેલા કામ થવાનું છે. હવે જોવાનું એ રહે છે કે, ફિલ્મની થીમ એ જ રહે છે કે, મેકર કોઈ બીજી વાર્તા લઈને આવે છે. શક્યતા એવી છે કે, આ જ વાર્તા સતત આગળ વધશે અને કિયારા સાથે બીજા પાત્રો પણ જોડાશે

બલ્કી સાથે કરી શકે છે કેમબેક
જો અહેવાલો સાચા સાબિત થાય તો ફિલ્મ સાથે જાણીતા દિગ્દર્શક બલ્કી પોતાના પાત્રો સાથે અહીંયા જોડાઈ શકે છે. તે પોતાની અલગ પ્રકારની વાર્તાઓ અને સામાજિક મુદ્દાઓને મનોરંજન સાથે રજૂ કરવા માટે જાણીતા છે.  કિયારા અડવાણી હાલમાં યશની ‘Toxic’ને લઈને પણ ચર્ચામાં છે. ફિલ્મમાં તે નાદિયાનું પાત્ર ભજવે છે અને યશ સાથે તેની જોડી જોવા મળી રહી છે.

‘Toxic’ 26 ઓગસ્ટ 2026ના રોજ થિયેટર્સમાં રિલીઝ થઈ છે અને તેમાં યશ, કિયારા અડવાણી, નયનતારા સહિતનો સ્ટારકાસ્ટ છે. ‘Toxic’ કિયારા માટે મહત્વપૂર્ણ પ્રોજેક્ટ છે, કારણ કે આ ફિલ્મમાં તે કન્નડ સ્ટાર યશ સાથે જોવા મળી રહી છે. ફિલ્મને કન્નડ ઉપરાંત અન્ય ભાષાઓમાં પણ રજૂ કરવામાં આવી છે, જેના કારણે કિયારાની પેન-ઇન્ડિયા પહોંચને વધુ મજબૂતી મળવાની શક્યતા છે.
કિયારાના હાથમાં અનેક મોટા પ્રોજેક્ટ હોવાનું જાણવા મળ્યું છે.  

બિગ બજેટની ફિલ્મ મળી શકે
છેલ્લા કેટલાક સમયથી મોટા બજેટની ફિલ્મોનો ભાગ બની રહી છે. ‘Toxic’ ઉપરાંત તેની કારકિર્દીમાં અલગ-અલગ પ્રકારની ફિલ્મો અને મોટા સ્ટાર્સ સાથેના પ્રોજેક્ટ્સને કારણે તેની ડિમાન્ડ સતત ચર્ચામાં રહે છે. કિયારા અડવાણી માટે ‘Ki & Ka 2’ એક રસપ્રદ પ્રોજેક્ટ સાબિત થઈ શકે છે. મૂળ ફિલ્મે પતિ-પત્નીના સંબંધોમાં પરંપરાગત ભૂમિકાઓને પડકારતી વાર્તા રજૂ કરી હતી અને હવે સિક્વલની ચર્ચાએ દર્શકોમાં ઉત્સુકતા વધારી છે.