Sat Sep 05 2026

Logo

ટીવી અભિનેત્રી ખુશી દુબેએ બ્રાઉન આઉટફિટમાં શેર કર્યો ગ્લેમરસ લુકઃ હેટે ખેંચ્યું ધ્યાન

2026-08-30 21:46:05
Author: Mumbai Samachar Team
ટીવી અભિનેત્રી ખુશી દુબેએ બ્રાઉન આઉટફિટમાં શેર કર્યો ગ્લેમરસ લુકઃ હેટે ખેંચ્યું ધ્યાન

Khushi Dubey


મુંબઈઃ ટીવી અને ઓટીટીની જાણીતી અભિનેત્રી ખુશી દુબે ફરી એકવાર પોતાના સ્ટાઈલિશ લુકને લઈને ચર્ચામાં આવી છે. 'આશિકાના' સીરિઝમાં ચિક્કી ચૌહાણના પાત્રથી લોકપ્રિય બનેલી ખુશી દુબેએ સોશિયલ મીડિયા પર પોતાની કેટલીક નવી તસવીરો શેર કરી છે. આ તસવીરોમાં તેનો ગ્લેમરસ અને કંઈક અલગ અંદાજ જોવા મળી રહ્યો છે, જેને ચાહકો ખૂબ પસંદ કરી રહ્યા છે.

ખુશી દુબેએ પોતાની તસવીરો શેર કરતી વખતે કેપ્શનમાં લખ્યું છે, "મને ખૂબ ગમે છે જ્યારે તમે મને સેનોરિટા કહો છો!" અભિનેત્રીનો આ અંદાજ તેની તસવીરોમાં પણ સ્પષ્ટ જોવા મળે છે. તસવીરોમાં બ્રાઉન અને બ્લૂનું સ્ટાઈલિશ કોમ્બિનેશન ખુશીનો લુક સ્ટાઈલિશની સાથે એકદમ એલિગન્ટ પણ બનાવી રહ્યો છે. 

નવી તસવીરોમાં ખુશી દુબેએ બ્રાઉન શેડનું સ્ટ્રેપલેસ ટેક્સ્ચર્ડ કોર્સેટ-સ્ટાઇલ ટોપ પહેર્યું છે. તેણે આ ટોપને બ્લૂ ડેનિમ સાથે પેર કર્યું છે. બ્રાઉન અને બ્લૂ રંગનું કોમ્બિનેશન સાદું હોવા છતાં ખૂબ જ સ્ટાઇલિશ લાગી રહ્યું છે. 

ખુશીના આ લુકની સૌથી ખાસ વાત તેની ઓવરસાઇઝ્ડ બ્રાઉન મેશ હેટ છે. હેટ પર જોવા મળતું જાળીદાર ટેક્સ્ચર તેના સમગ્ર લુકને વધુ અલગ અને આકર્ષક બનાવે છે. આ એક્સેસરીએ તેના આઉટફિટમાં ફેશનનો ખાસ ટચ ઉમેર્યો હતો.  

ખુશી દુબે પોતાના અલગ પ્રકારના પાત્રો માટે જાણીતી છે. તેને 'આશિકાના' સીરિઝમાં ચિક્કી ચૌહાણની ભૂમિકા માટે ખાસ ઓળખ મળી હતી. આ ઉપરાંત અભિનેત્રી 'જુબિલી ટોકીઝ' અને 'જાદૂ તેરી નજર-ડાયન કા મૌસમ' જેવા પ્રોજેક્ટ્સમાં પણ જોવા મળી ચૂકી છે  

સોશિયલ મીડિયા પર ખુશી દુબે પોતાની તસવીરો અને ફેશન સ્ટાઈલથી સતત ચાહકોનું ધ્યાન ખેંચતી રહે છે. તેના નવા બ્રાઉન આઉટફિટવાળા લુકમાં ગ્લેમર, એલિગન્સ અને યુનિક ફેશનનું સુંદર મિશ્રણ જોવા મળે છે.