Sat Sep 05 2026

Logo

સ્પેનની ગલીઓમાં નોરા ફતેહીનો રીલેક્સ મૂડ! તસવીરો સામે આવતા ફેન્સ થયા ફિદા

2026-08-29 22:27:53
Author: Mumbai Samachar Team
સ્પેનની ગલીઓમાં નોરા ફતેહીનો રીલેક્સ મૂડ! તસવીરો સામે આવતા ફેન્સ થયા ફિદા

norafatehi


સ્પેનની ગલીઓમાં નોરા ફતેહીનો રીલેક્સ મૂડ! તસવીરો સામે આવતા ફેન્સ થયા ફિદા

મુંબઈઃ બોલિવુડની જાણીતી ડાન્સર અને એક્ટ્રેસ નોરા પોતાના હોલીડેને એન્જોય કરી રહી છે. એક્ટ્રેસે પોતાના સોશિયલ મીડિયા પરથી આ વાત કરી છે. પોતાના રેગ્યુલર કામમાંથી બ્રેક લઈને હાલમાં તે હોલીડે એન્જોય કરી રહી છે. સોશિયલ મીડિયા પર તેણેથી એકથી એક હોટ ફોટો પોસ્ટ કર્યા છે. જેમાં એક બેસ્ટ લોકેશન, સ્ટાઈલીશ આઉટફીટ અને એક્ટ્રેસનું વેકેશન મોડ દેખાઈ રહ્યો છે. કેઝ્યુઅલ લૂકમાં તે ખૂબ જ મસ્ત લાગી રહી છે. ફોટો શૅર કરીને કેપ્શમાં એક્ટ્રેસે લખ્યું હતું કે, સ્પેઈનની ગરમીઓમાં રજા, પાર્ટ -1.

મોરક્કો સિટીમાં દમદાર વેકેશન
નોરા વેકેશન મનાવવા માટે સ્પેઈન ગઈ છે. સ્પેઈનથી તેણે પોતાનો હોલીડે મૂડ શૅર કર્યો છે. હોલી ડે લૂક પણ શૅર કર્યો છે. મોરક્કો સિટીમાં તે વેકેશન માણી રહી છે. વેકેશન દરમિયાન પણ તેની સ્ટાઈલ અને લૂક ચર્ચામાં રહ્યા છે. ફોટોમાં નોરાએ સિલાંગ અને સ્ટાઈલિશ સમર આઉટફીટ પહેર્યા છે. સમુદ્ર કિનારે તે એન્જોય કરી રહી છે. એના ચહેરા પર વેકેશન રિલેક્સિંગ વાઈબ્સ દેખાઈ રહ્યા છે. હવે નોરા તેની નવી ફિલ્મ કંચના-4માં જોવા મળશે. આ ફિલ્મ ક્યારે આવશે એ હજુ સુધી નક્કી નથી. .આવું પહેલીવાર થયું નથી. આ પહેલા પણ તે બીચ પરથી પોતાના એકથી એક બેસ્ટ પોઝી આપી ચૂકી છે. હજુ તો પહેલો ભાગ છે આ ફોટોશુટનો. આગળ જેમ જેમ તે વેકેશન એન્જોય કરશે એમ તે ફોટો શૅર કરી શકે છે. 

આઉટફીટના કારણે ચર્ચામાં
આ પહેલા પણ તેણે પોતાના વેકેશનના એકથી એક બેસ્ટ ફોટો ફેન્સ સાથે શૅર કર્યા છે. નોરાએ ફિલ્મોમાં અનેક એવા આઈટમ નંબર સોંગ કર્યા છે. પોતાના આઉટફીટ અને ફીગરને કારણે તે સતત ચર્ચામાં રહે છે. આ પહેલા તે ઓસ્કારની એક પાર્ટીમાં ગઈ હતી એ સમયે એના આઉટફીટની સૌથી વધારે ચર્ચા થઈ હતી. તેણે ઓસ્કાર પાર્ટીમાં ઓસ્કર ડે લા રેંટાનો ગોલ્ડન કલરનો આઉટફીટ પહેર્યો હતો. આ ફોટો ઈન્ટરનેટ પર જોરશોરથી વાયરલ થયો હતો.