નવી દિલ્હી: દેશમાં સરકાર દ્વારા સોના-ચાંદી પરની આયાત ડ્યુટીમાં વધારો કરવામાં આવ્યો હતો. જોકે, તેની બજારમાં કોઇ ખાસ અસર જોવા નથી મળી જેના પગલે સરકારે હવે આયાત ડ્યુટી ઘટાડવાની વિચારણા કરવા જઇ રહી છે.
આયાત ડયુટી વધારતા દાણચોરીમાં વધારો
કેન્દ્ર સરકારે આયાતને રોકવા માટે આયાત ડયુટીમાં વધારો કર્યો હતો. છતાં સોનાની માંગમાં કોઈ નોંધપાત્ર ઘટાડો નથી થયો. તેના બદલે દાણચોરીમાં વધારો છે.
સરકારને પુનર્વિચાર કરવાની ફરજ પડી
અહેવાલો હવે સૂચવે છે કે કેન્દ્ર સરકાર સોના અને ચાંદી પરની આયાત જકાતમાં ઘટાડો કરવા માટે ગંભીરતાથી વિચાર કરી રહી છે. જેમ્સ એન્ડ જ્વેલરી કાઉન્સિલના અધ્યક્ષ રાજેશ રોકડેએ જણાવ્યું હતું કે વધુ આયાત ડયુટી તેના હેતુને પ્રાપ્ત કરવામાં નિષ્ફળ ગઇ છે. જેના કારણે સરકારને આ નીતિ પર પુનર્વિચાર કરવાની ફરજ પડી છે.
આ મુદ્દા પર વિચાર-વિમર્શ ચાલુ
જેમ્સ એન્ડ જ્વેલરી કાઉન્સિલના અધ્યક્ષ રાજેશ રોકડેએ જણાવ્યું કે સરકાર ઘણા સમયથી આ મુદ્દા પર વિચાર-વિમર્શ કરી રહી છે. જ્યારે ડ્યુટી ઘટાડા અંગે હજુ સુધી કોઈ અંતિમ નિર્ણય લેવામાં આવ્યો નથી. સરકાર ડ્યુટીમાં ઘટાડો કરવા માટે યોગ્ય સમયની રાહ જોઈ રહી છે.
કસ્ટમ ડ્યુટી 6 ટકાથી વધારીને 15 ટકા કરી હતી
ઉલ્લેખનીય છે કે આ વર્ષના મે મહિનામાં કેન્દ્ર સરકારે સોના અને ચાંદી પર કસ્ટમ ડ્યુટી 6 ટકાથી વધારીને 15 ટકા કરી હતી. પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા તણાવ વચ્ચે દેશના વિદેશી હૂંડિયામણ ભંડાર પર દબાણ ઘટાડવા માટે આ પગલું લેવામાં આવ્યું હતું.