Mon Oct 05 2026

Logo

સુપ્રીમ કોર્ટેનો મમતા જુથને આંચકો, બેંક ખાતા પરથી પ્રતિબંધ હટાવવાની માંગ ફગાવી

2026-10-01 22:11:49
Author: Chandrakant Kanoja
સુપ્રીમ કોર્ટેનો મમતા જુથને આંચકો, બેંક ખાતા પરથી પ્રતિબંધ હટાવવાની માંગ ફગાવી

નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે મમતા જુથને મોટો આંચકો આપ્યો છે. જેમાં મમતા બેનર્જીના જૂથે કરેલી રૂપિયા 804 કરોડ ધરાવતા ચાર બેંક ખાતા પરનો પ્રતિબંધ હટાવવાની માંગ કોર્ટે ફગાવી દીધી હતી. આ અંગે કોર્ટે કહ્યું કે આ ખાતાઓમાં રહેલી રકમ પરના અધિકાર અંગેનો મામલો હજુ પેન્ડિંગ છે. બેન્ચે કોલકાત્તા હાઈકોર્ટને આ બાબતની સુનાવણી ઝડપી બનાવવાનો અનુરોધ કર્યો હતો.

આદેશમાં દખલગીરી કરવાની તેમની કોઈ ઈચ્છા નથી

સુપ્રીમ કોર્ટની  ખંડપીઠે  આ  અરજી પર વિચાર કરવાનો ઇનકાર કરતા કલકત્તા હાઈકોર્ટના આદેશમાં દખલગીરી કરવાની તેમની કોઈ ઈચ્છા નથી.તેમજ  ચૂંટણી પંચે ચૂંટણી ચિન્હ પર પ્રતિબંધ મૂક્યો છે. તેથી આ ખાતાઓમાં નાણાં પર કોનો અધિકાર છે તે મુદ્દે ન્યાયિક નિર્ણય  બાકી છે.

હાઈકોર્ટને  સુનાવણી ઝડપથી કરવા વિનંતી

સુપ્રીમ કોર્ટે કહ્યું કે અમે કેસની યોગ્યતાને ધ્યાનમાં લેવાનું ટાળી રહ્યા છીએ. અમે બંધારણની કલમ 136 હેઠળ અમારા અધિકારક્ષેત્રનો ઉપયોગ કરવા તૈયાર નથી. અમે હાઈકોર્ટને વિનંતી કરીએ છીએ કે કેસની સુનાવણી ઝડપથી કરવામાં આવે. 

પોલીસ રાજકીય પ્રવૃત્તિઓ અટકાવવા 

આ સુનાવણી દરમિયાન મમતા  બેનર્જીના નેતૃત્વ હેઠળના તૃણમૂલ જૂથ વતી હાજર રહેલા વરિષ્ઠ વકીલ અભિષેક સિંઘવીએ દલીલ કરી હતી કે રાજ્ય પોલીસે બેંક ખાતાના વ્યવહારો સ્થગિત કરી દીધા છે કારણ કે તેઓ રાજકીય પક્ષના વિરોધમાં છે અને તેની રાજકીય પ્રવૃત્તિઓ અટકાવવા માંગે છે. સિંઘવીએ જણાવ્યું હતું કે પક્ષને તેની કામગીરી અને ખર્ચ માટે દર મહિને ઓછામાં ઓછા રૂપિયા 12.15 કરોડની જરૂર હોય છે.