Thu Oct 01 2026

Logo

પ્લેનમાં 174 જીવ બચાવનાર કેપ્ટન સ્મિત મચ્છરની સેલરી કેટલી? સેલેરી રૂપિયામાં મળે છે કે દિરહામમાં?

2026-10-01 22:00:00
Author: Darshana Visaria
પ્લેનમાં 174 જીવ બચાવનાર કેપ્ટન સ્મિત મચ્છરની સેલરી કેટલી? સેલેરી રૂપિયામાં મળે છે કે દિરહામમાં?

દુબઈથી તેલ અવીવ જઈ રહેલી Flydubaiની ફ્લાઇટ FZ 1073માં હવામાં થયેલા જીવલેણ હુમલા વચ્ચે 174 મુસાફરોનો જીવ બચાવીને વૈશ્વિક હીરો બનેલા ભારતીય પાયલટ કેપ્ટન સ્મિત મચ્છર હાલ સમગ્ર દેશ અને દુનિયામાં ચર્ચામાં છે. ગંભીર રીતે ઘાયલ થયા છતાં અદભુત સાહસ બતાવનાર સ્મિત મચ્છારની બહાદુરી બાદ લોકોના મનમાં એ સવાલ થઈ રહ્યો છે કે આટલા મોટા પદ પર રહેલા ભારતીય પાયલટને ફ્લાયદુબઈ તરફથી કેટલો પગાર મળે છે અને તેમને ચૂકવણી ભારતીય રૂપિયામાં થાય છે કે પછી યુએઈ દિરહામ (AED)માં?

વિમાન કંપનીઓ સામાન્ય રીતે પોતાના કર્મચારીઓની વ્યક્તિગત સેલરી સત્તાવાર જાહેર કરતી નથી, પરંતુ ફ્લાયદુબઈના સત્તાવાર પે-સ્કેલ અને કેપ્ટન પદ માટેના સેલરી સ્ટ્રક્ચર પરથી તેમની અંદાજિત કમાણીની વિગતો સ્પષ્ટ થાય છે.

રૂપિયામાં કે દિરહામમાં? કઈ કરન્સીમાં મળે છે પગાર?

કેપ્ટન સ્મિત મચ્છર યુએઈ સ્થિત ફ્લાયદુબઈ એરલાઇન્સ માટે કામ કરે છે, જેથી તેમનો સંપૂર્ણ પગાર UAE Dirham (AED)માં નક્કી કરવામાં આવે છે અને તે જ કરન્સીમાં ચૂકવવામાં આવે છે. આ પગાર પેકેજને ભારતીય રૂપિયા સાથે કોઈ સીધો સંબંધ નથી. હાઉસિંગ, ટ્રાન્સપોર્ટ અને ફ્લાઇંગ અલાઉન્સ પણ સ્થાનિક નિયમો મુજબ દિરહામમાં જ ગણવામાં આવે છે.

કેપ્ટન સ્મિત મચ્છારનો અંદાજિત પગાર કેટલો?:

ફ્લાયદુબઈના કેપ્ટન રેન્કના સેલરી માળખા મુજબ એક બોઇંગ 737 કેપ્ટનને બેઝિક પે, હાઉસિંગ અલાઉન્સ અને ટ્રાન્સપોર્ટેશન અલાઉન્સ મળીને દર મહિને આશરે 50,235 દિરહામ મળે છે. સરેરાશ 70 કલાકના ફ્લાઇંગ ટાઈમના આધારે લગભગ 16,310 દિરહામ વધારાનું પેમેન્ટ મળે છે. આ બંને હિસ્સાને જોડતાં એક કેપ્ટનનો કુલ માસિક પગાર આશરે 66,545 દિરહામ જેટલો થાય છે અને આ રકમ ભારતીય રૂપિયામાં અંદાજે 2.09 કરોડ રૂપિયા 

ભારતીય રૂપિયામાં કેટલી થાય છે સેલરી?

હાલના કરન્સી એક્સ્ચેન્જ રેટ અનુસાર એક યુએઈ દિરહામને રૂપિયામાં કન્વર્ટ કરીએ તો લગભગ રૂપિયા 26.13 બરાબર થાય છે.
દર મહિને: 66,545 દિરહામ એટલે ભારતીય રૂપિયામાં દર મહિને આશરે રૂપિયા 17.39 લાખ.
વાર્ષિક પેકેજ: આ ગણતરી મુજબ કેપ્ટન રેન્ક ધરાવતા પાયલટનું વાર્ષિક પેકેજ અંદાજે રૂપિયા 2.09 કરોડની આસપાસ પહોંચે છે. 

ફર્સ્ટ ઓફિસરની કેટલી હોય છે કમાણી?

ફ્લાયદુબઈમાં શરૂઆતી રેન્ક ગણાતા ફર્સ્ટ ઓફિસરને બેઝિક અને અન્ય ભથ્થા મળીને આશરે 37,000 દિરહામ મળે છે. 70 કલાકના ફ્લાઇંગ પે (11,410 દિરહામ) સાથે કુલ માસિક પગાર 48,410 દિરહામ એટલે કે ભારતીય રૂપિયામાં આશરે રૂપિયા 12.65 લાખ પ્રતિ માસ થાય છે.

કેપ્ટન સ્મિત મચ્છરનો વિશાળ ઉડ્ડયન અનુભવ:

કેપ્ટન સ્મિત મચ્છર મૂળ મુંબઈ સાથે જોડાયેલા છે અને કોમર્શિયલ એવિએશનમાં બહોળો અનુભવ ધરાવે છે. ફ્લાયદુબઈ પહેલાં તેમણે સ્પાઈસજેટમાં 11 વર્ષ સુધી સેવા આપી હતી, જ્યાં તેઓ સિનિયર કમાન્ડર અને લાઇન ટ્રેનિંગ કેપ્ટન રહ્યા હતા. જૂન 2022થી તેઓ ફ્લાયદુબઈમાં બોઇંગ 737ના કેપ્ટન છે. તેમની પાસે કુલ 9,750 કલાકથી વધુનો ફ્લાઇંગ અનુભવ છે, જેમાં સ્પાઈસજેટમાં કમાન્ડર તરીકેનો 6,400 કલાકથી વધુનો અનુભવ સામેલ છે.