મુંબઈઃ બોલિવૂડની અમુક ફિલ્મો એવી હોય છે જેની અસર લાંબા સમય સુધી ફેન્સના દિલ-દિમાગ પર રહે છે. આવી ફિલ્મ ગમે ત્યારે જોવી ગમે છે અને તેના કેટલાક સીનને યાદ કરવાની પણ અલગ મજા હોય છે. આવી જ એક ફિલ્મ છે 'યે જવાની હૈ દિવાની', ફિલ્મ રિલીઝ થઈ તેને 13 વર્ષ થઈ ગયા છે. હજુ પણ ફિલ્મ એક આખા વર્ગની ફેવરીટ ફિલ્મ છે. ફિલ્મના કેટલાક પાત્રો ફેન્સના દિલમાં કાયમ માટે વસી ગયા છે. ફિલ્મના અનેક એવા સીન શાનદાર અને રસપ્રદ છે પણ એક સીન એવો પણ છે જે એકેડમી એવોડ્સનો પણ ફેવરીટ છે.
ક્યા સીનની વાત કરવામાં આવે છે
ફિલ્મનિર્માતા અયાન મુખર્જીના ડાયરેક્શનમાં તૈયાર થયેલી ફિલ્મ 'યે જવાની હૈ દિવાની'ના એક સીનને એકેડેમી તરફથી અચાનક પ્રશંસા મળી રહી છે.આ એ સીન છે જ્યારે દીપિકા પાદુકોણ એટલે કે નૈના અને બની (રણબીર કપૂર) એક કિલ્લા પર બેઠા છે. નૈના, બનીને ઝિંદગી સાથે જોડાયેલો એક ખાસ અને જરૂરી મેસેજ આપે છે. ધ એકેડેમીના ઓફિશિયલ સોશિયલ મીડિયા હેન્ડલે ફિલ્મના એક આઈકોનિક સીનનો વીડિયો શૅર કર્યો છે, આ પછી ફરીવાર આ ફિલ્મના પાત્ર અંગે ચર્ચા શરૂ થઈ છે.
સીનમાં નૈના અને બની ચિત્તોડગઢના કિલ્લા પર બેઠા છે. વીડિયોના કેપ્શનમાં લખ્યું છે કે, નૈના તરફથી એક રીમાઈન્ડર, 'જો આપકે ઠીક સામને હૈ ઉસકા આનંદ લે' વીડિયોમાં નૈના અને બની કિલ્લા પર બેસીને સનસેટનો આનંદ લઈ રહ્યા છે. એ સમયે બની કહે છે કે, ઔર અગર હમે બાદ મે પતા ચલા કી વો લાઈન્ટ એન્ડ સાઉન્ડ શૉ,સોલિડ ડાન્સ શૉ નિકલા તો?
યુઝર્સે આપ્યો દમદાર રીપ્લાય
આનો રીપ્લાય આપતા નૈના કહે છે કે, વો તો હોગા હી ધાંસુ,....લેકીન અગર હમ ચલે ગયે તો યે સોલિડ સનસેટ મિસ હો જાયેગા ન? કિતના ભી કર લો બની, લાઈફ મેં કુછ ન કુછ તો છૂટેગા હી. તો જહાં હૈ વહીં કા મઝા લેતે હૈ ન. જેવો આ વીડિયો સોશિયલ મીડિયા પર શૅર કરવામાં આવ્યો ફેન્સ પણ રીએક્ટ કર્યા વગર રહી ન શકયા,એક સોશિયલ મીડિયા યુઝરે કોમેન્ટ કરતા લખ્યું હતું કે, આ તો મારો પણ ફેવરીટ સીન છે. એક યુઝરે લખ્યું કે, આ કોઈ ડાયલોગ નથી, ઝિંદગીનો એક ઊંડો અર્થ છે, જેને હંમેશા યાદ રાખવામાં આવે. એક યુઝરે લખ્યું કે, શું હું ખરેખર સપનું તો જોઈ નથી રહ્યો ને? એકેડમી એવોર્ડ્સે આ શૅર કર્યું છે.
આવી રહી છે નવી ફિલ્મ
વર્કફ્રન્ટની વાત કરીએ તો દીપિકા શાહરૂખ ખાન સાથે ફિલ્મ 'કિંગ'માં જોવા મળશે. જ્યારે અલ્લુ અર્જુનની ફિલ્મ 'રાકા'માં પણ જોવા મળશે. બન્નેમાં દીપિકાનો એક અલગ અંદાજ જોવા મળશે. જ્યારે હાલમાં રણબીર પોતાની નવી ફિલ્મ 'લવ એન્ડ વૉર'માં વ્યસ્ત છે. આ ફિલ્મમાં આલિયા ભટ્ટ અને વિક્કી કૌશલ હોવાનું જાણવા મળ્યું છે. આ ફિલ્મ સંજય લીલા ભણસાલી બનાવી રહ્યા છે. તાજેતરમાં આલિયાની ફિલ્મ 'આલ્ફા' આવી હતી પણ તે ખાસ કોઈ કમાણી કરી શકી નહીં, આ પછી હવે તે સંજય લીલા ભણસાલીની ફિલ્મમાં જોવા મળશે.