નવી દિલ્હી: રાજધાની દિલ્હીમાં વધુ એક નિર્ભયા કાંડ સામે આવ્યો છે. એક સ્લીપર બસમાં 16 વર્ષીય છાત્રા સાથે કથિત રીતે ગેંગરેપની ઘટના થઇ છે. પરી ચોકથી કાશ્મીરી ગેટના 47 કિલોમીટરના અંતરે બે આરોપીઓએ છાત્રાની સાથે જઘન્ય અપરાધ કર્યો. દિલ્હી પોલીસે આ મામલે કાર્યવાહી કરતા બસના ડ્રાઇવર અને કંડક્ટરની ધરપકડ કરી છે.
આ ઘટના કાશ્મીરી ગેટ વિસ્તારમાં 4 ઓગસ્ટની રાતે થઇ હતી. હાલ આ મામલે પોલીસે બસના ડ્રાઇવર કુલદીપ અને કંડક્ટર સંદીપની ધરપકડ કરી છે. પીડિતા ઉત્તર પ્રદેશના મેનપુરી જિલ્લાની રહેવાસી છે અને 11માં ધોરણમા અભ્યાસ કરે છે.
રસ્તો ભટકવાના કારણે સ્લીપર બસમાં બેઠી હતી છાત્રા
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર છાત્રા પરિજનોથી નારાજ થઇને કોઇને જણાવ્યા વિના ઘરેથી નીકળી ગઇ હતી. અને નોઇડામાં રહેતા તેના કઝીન ભાઇની પાસે જઇ રહી હતી. ભારે વરસાદ અને અંધારાને કારણે છાત્રા ભૂલથી ગ્રેટર નોઇડાના પરી ચોક પર ઉતરી હતી. આ દરમ્યાન એક ખાલી સ્લીપર બસ ત્યાંથી પસાર થઇ. છાત્રાએ બસને ઉભી રહેવાનો ઇશારો કર્યો, ત્યારબાદ બસ અટકી ગઇ. ડ્રાઇવર-કંડકટરે તેને નોઇડા સેક્ટર-63 જવાની વાત કહીને બસમાં બેસાડી લીધી
VIDEO | Delhi: 16-year-old girl gang-raped inside bus; vehicle seized for forensic examination.
— Press Trust of India (@PTI_News) August 31, 2026
(Full video available on PTI Videos - https://t.co/d8jp61yd2p) pic.twitter.com/tinKJTaDC2
ડ્રાઇવર-કંડક્ટરે કર્યો ગેંગરેપ
આરોપ છે કે બસ ઉપડ્યાના થોડાક સમય બાદ પીડિતાની સાથે અશ્લીલ હરકત શરુ કરી દીધી. પીડિતાના જણાવ્યા અનુસાર, ત્યારબાદ ડ્રાઇવર અને કંડક્ટરે તેની સાથે રેપ કર્યો અને વિરોધ કરવા પર જાનથી મારી નાંખવાની ધમકી આપી. આરોપી પીડિતાને મોડી રાતે કાશ્મીરી ગેટ બસ સ્ટોપની પાસે રિંગ રોડ પર ઉતારીને ફરાર થઇ ગયો.
છાત્રાએ પોલીસને જણાવી આખી ઘટના
ગભરાયેલી છાત્રાએ કાશ્મીરી ગેટ પોલીસનો સંપર્ક કરી પૂરી ઘટનાની જાણકારી આપી. પોલીસે બન્ને આરોપીને તિમારપુરની એક બસ પાર્કિંગમાંથી ધરપકડ કરી. પોલીસે ઘટનામાં વપરાયેલી સ્લીપર બસને જપ્ત કરી લીધી છે અને તેની ફોરેન્સિક તપાસ કરાવી છે.