ભારતીય રેલવેએ દુનિયાનું સૌથી વિશાળ અને વ્યસ્ત કહી શકાય એવું રેલવે નેટવર્ક છે અને દરરોજ ઈન્ડિયન દ્વારા હજારો ટ્રેન દોડાવવામાં આવે છે, જેમાં કરોડો પ્રવાસીઓ પ્રવાસ કરે છે. પરંતુ આજના સોશિયલ મીડિયાના જમાનામાં ઘણી વખત રેલવેના રેઢિયાળ કારભારના વીડિયો પણ વાઈરલ થતાં હોય છે. હાલમાં આવો જ એક વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે જેમાં મુંબઈ સેન્ટ્રલ ઉમરગામ રોડ રેલવે સ્ટેશન પર ટિકિટ બુકિંગ કાઉન્ટર ક્લર્કના રેઢિયાળ કારભાર સામે આવ્યો હતો. ચાલો જોઈએ શું છે આખી સ્ટોરી વિસ્તારથી...
મુંબઈ સેન્ટ્રલ ડિવિઝનના ઉમરગામ રોડ રેલવે સ્ટેશન પરથી રેલવે ટિકિટ બુકિંગમાં ચાલતી ગેરરીતિઓનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહેલા એક વીડિયોમાં રેલવે ક્લાર્ક અને દલાલોની મિલીભગતનો પર્દાફાશ થયો છે, જેમાં સામાન્ય મુસાફરો લાઈનમાં ઉભા હોવા છતાં અંદર બેઠેલા કર્મચારીઓ અન્ય લોકોની ટિકિટો કાઢતા જોવા મળ્યા હતા.
રેલવે સ્ટેશન પર તત્કાલ ટિકિટ માટે બે દિવસથી લાઈનમાં ઉભેલા શ્રમિકોને ટિકિટ ન મળતા, એક યુવકે હિંમત બતાવી ટિકિટ કાઉન્ટરની અંદર જઈને ક્લાર્કની ટેબલ પર અગાઉથી ભરેલા ફોર્મ પકડી પાડ્યા હતા. યુવકે ક્લાર્કને સીધો સવાલ કર્યો હતો કે જ્યારે સામાન્ય જનતા બહાર 24 કલાકથી લાઈનમાં ઉભી છે, ત્યારે અંદર આટલા બધા ફોર્મ ક્યાંથી આવ્યા?
How can booking clerk of the Railways book Tatkal tickets for forms filled by himself when so many people are standing in the queue . Its a clear case of his connection with touts.
— NCMIndia Council For Men Affairs (@NCMIndiaa) May 5, 2026
Umargam Road Railway Station @RailMinIndia please take action.pic.twitter.com/nNwlq1pHcE
સોશિયલ મીડિયા પર આ ઘટનાનો વીડિયો વાઈરલ થતાં લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. વીડિયોમાં રેલવે ક્લાર્ક આ સવાલોના જવાબ આપવામાં ફાંફા મારતો અને ફોર્મ છુપાવવાનો પ્રયત્ન કરતો નજરે પડ્યો હતો. યુવકે આ વીડિયોમાં રેલવે મંત્રાલય અને સંબંધિત રેલવે અધિકારીઓને પણ ટેગ કર્યા હતા.
મામલો ગરમાતા રેલવે મંત્રાલય અને ડીઆરએમ મુંબઈ સેન્ટ્રલ (વેસ્ટર્ન રેલવે) દ્વારા આ મામલે સત્તાવાર નિવેદન જારી કરવામાં આવ્યું છે. રેલવે સેવા દ્વારા જણાવવામાં આવ્યું છે કે સંબંધિત અધિકારીઓને આ અંગે જાણ કરી દેવામાં આવી છે અને સમગ્ર પ્રકરણની કડક તપાસ શરૂ કરવામાં આવી છે.