Thu May 14 2026

Logo

તેલ સંકટના કારણે દિલ્હી સરકારનો મોટો ફેંસલો: અઠવાડિયામાં 2 દિવસ 'વર્ક ફ્રોમ હોમ', મંત્રીઓ મેટ્રોમાં કરશે મુસાફરી

2026-05-14 18:01:54
Author: Vimal Prajapati
Article Image

નવી દિલ્હીઃ મધ્યપૂર્વના યુદ્ધના કારણે વિશ્વભરમાં તેલ સંકટ જોવા મળી રહ્યું છે. તેવામાં વડપ્રધાન મોદી દ્વારા પણ તેલનો બચાવવ કરવા માટે અપીલ કરવામાં આવી હતી. આ અપીલને ધ્યાને રાખતા દિલ્હીમાં પણ ખાસ નિર્ણયો લેવામાં આવ્યાં છે. દિલ્હીના મુખ્ય પ્રધાને રેખા ગુપ્તાએ અઠવાડિયામાં બે દિવસ વર્ક ફ્રોમ હોમ લાગુ કરવા માટે આદેશ આપ્યો છે. માત્ર સરકારી જ નહીં પરંતુ ખાનગી કંપનીઓને પણ આ વર્ક ફ્રોમ હોમ લાગુ કરવા માટે આદેશ આપવામાં આવ્યો છે. એટલું જ નહીં પરંતુ 50 ટકા મિટિંગો પણ ઓનલાઈન કરવાની રહેશે. 

પ્રધાનો અને ધારાસભ્યોએ હવે મેટ્રો અને ડીટીસીમાં મુસાફરી કરશે

આદેશ પ્રમાણે હવે શ્રમ વિભાગ સહિત અન્ય વિભાગને નિર્ધારિત ઈંધણમાં 20 ટકાનો ઘટાડો કરવામાં આવ્યો છે. સરકારના પ્રધાનો અને ધારાસભ્યોએ પણ હવે મેટ્રો અને ડીટીસીમાં મુસાફરી કરવા માટે કહેવામાં આવ્યું છે. આ સાથે સાથે દિલ્હી સરકાર દ્વારા આગામી ત્રણ મહિના સુધી કોઈ મોટો જાહેર કાર્યક્રમ કરવામાં આવશે નહીં. દિલ્હી સરકાર દ્વારા લેવામાં આવેલો આ નિર્ણય દેશના અન્ય રાજ્યોમાં લાગુ થાય તેવી પણ માંગણીઓ થવા લાગી છે. 

સ્વદેશી ઉત્પાદનોને પ્રોત્સાહન આપવામાં આવશે

વધારે વિગતે વાત કરવામાં આવે તો, મુખ્ય પ્રધાન રેખા ગુપ્તાએ ઉર્જા સંરક્ષણ અને સ્વદેશી ઉત્પાદનોને પ્રોત્સાહન આપવા માટે પણ અનેક જાહેરાતો પણ કરી છે. જેમાં ખાસ કરીને મોલ અને બજારોમાં ‘મેડ ઈન ઈન્ડિયા’ ઉત્પાદનો માટે અલગથી જગ્યા નક્કી કરવામાં આવશે. આગામી ત્રણ મહિના સુધી દિલ્હી સરકાર આ અભિયાન ચલાવશે. લોકોને સ્વદેશી વસ્તુઓ ખરીદવા માટે પ્રોત્સાહિત અને જાગૃત કરવામાં આવશે. 

વીજળીના વપરાશને નિયંત્રિત કરવા માટે સેન્સર લગાવાશે

આ સાથે મુખ્ય પ્રધાને જાહેરાત કરી કે ઇલેક્ટ્રિક વાહન નીતિ તૈયાર છે અને ટૂંક સમયમાં તેનો અમલ કરવામાં આવશે. સરકારી કચેરીઓમાં એર કંડિશનર્સ કાયમી ધોરણે 24 થી 26 ડિગ્રી વચ્ચે સેટ કરવામાં આવશે. વીજળીના વપરાશને નિયંત્રિત કરવા માટે સેન્સર લગાવવામાં આવશે. આ પહેલ 15 મેથી શરૂ થશે. બે દિવસ માટે 100% 'ઘરેથી કામ કરો' નીતિ લાગુ કરવામાં આવશે; આવશ્યક સેવાઓને આ પગલામાંથી મુક્તિ આપવામાં આવી છે. મુખ્ય પ્રધાને તેમના સત્તાવાર કાફલામાં વાહનોની સંખ્યા 13 થી ઘટાડીને ચાર કરી છે.