દરેક ભારતીય નાગરિક માટે આધાર કાર્ડની જેમ જ પેન કાર્ડ (PAN Card) પણ એક ખૂબ જ મહત્ત્વનું અને ફરજિયાત ડોક્યુમેન્ટ બની ગયું છે. બેંકિંગ ટ્રાન્ઝેક્શન હોય કે પછી ઈન્કમટેક્સ રિટર્ન ફાઈ કરવાનું હોય કે મોટું ફાઈનાન્શિયલ ઈન્વેસ્ટમેન્ટ કરવું હોય દરેક જગ્યાએ પેન કાર્ડની જરૂર પડે છે. ઘણી વખત એવું બને છે કે આપણું પેન કાર્ડ નિષ્ક્રિય એટલે કે ડિએક્ટિવેટ થઈ જાય છે અને આપણને તેની જાણ પણ નથી થતી. પેન કાર્ડ ડિએક્ટિવેટ થઈ જાય એટલે અનેક મહત્ત્વના કામકાજ, ઈન્વેસ્ટમેન્ટ અટકી જાય છે. આવી સ્થિતિમાં તમારું પેન કાર્ડ એક્ટિવ છે ડિએક્ટિવ થઈ ગયું છે એ તમે જાતે જ ચેક કરી શકો છો. ચાલો જોઈએ કઈ રીતે-
પેન કાર્ડ ડિએક્ટિવેટ થવાના અનેક કારણો હોઈ શકે છે જેમ કે તમારું પેન કાર્ડ અને આધાર કાર્ડ લિંક ના હોય કે પછી બંનેની ડિટેઈલ્સ મેચ ના થવી કે પછી બીજા કોઈ ટેકનિકલ કારણો. હવે તમારું પેન કાર્ડ એક્ટિવ છે કે નહીં એ કઈ રીતે ચેક કરી શકાય એવો સવાલ થાય એ સ્વાભાવિક છે. આજે અમે તમને અહીં કેટલીક એવી ટિપ્સ વિશે જણાવવા જઈ રહ્યા છીએ કે જેની મદદથી તમે તમારા પેન કાર્ડનું સ્ટેટસ ચેક કરી શકો છો.
પેન કાર્ડનું સ્ટેટસ કઈ રીતે ચેક કરશો?
1. સૌથી પહેલા ઈન્કમ ટેક્સ વિભાગની સત્તાવાર વેબસાઇટ incometax.gov.in પર જાઓ
2. હોમ પેજ પર ડાબી બાજુએ 'Quick Links' નો વિભાગ જોવા મળશે
3. આપેલા વિકલ્પોમાંથી 'Verify Your PAN' પર ક્લિક કરો
4. હવે એક નવું પેજ ખુલશે જેમાં તમારે તમારો પાન નંબર, પેન કાર્ડ મુજબનું પૂરું નામ, જન્મ તારીખ અને રજિસ્ટર્ડ મોબાઈલ નંબર દાખલ કરવાનો રહેશે.
5. વિગતો ભર્યા પછી 'Continue' પર ક્લિક કરો.
6. તમારા મોબાઈલ પર એક OTP આવશે, તેને દાખલ કરીને 'Validate' પર ક્લિક કરો.
7. જો તમારું પાન કાર્ડ એક્ટિવ હશે, તો સ્ક્રીન પર લખેલું આવશે- PAN is Active and details are as per PAN.
પેન કાર્ડના 10 ડિજિટનો અર્થ શું છે?
1. પેન કાર્ડ પર જોવા મળતા 10 ડિજિટનો સ્પેશિયલ નંબર તમારી પર્સનલ ડિટેઈલ્સ સાથે જોડાયેલા છે, જેના વિશે આજે આપણે અહીં વાત કરીશું.
2. પેન કાર્ડ પર જોવા મળતાં પહેલાં ત્રણ આ અંગ્રેજી આલ્ફાબેટ AAAથી ZZZની શ્રેણીના હોય છે.
3. ચોથો અક્ષર ટેક્સ કેટેગરી એટલે કે તે કાર્ડધારકની સ્થિતિ દર્શાવે છે. ઉદાહરણ તરીકે વ્યક્તિગત માટે 'P', કંપની માટે 'C', અને ટ્રસ્ટ માટે 'T' હોય છે.
4. પાંચમો અક્ષર તમારી અટકનો પ્રથમ અક્ષર હોય છે. જો તમારી અટક 'Shah' હોય તો અહીં 'S' લખેલું હશે.
5. છેલ્લા અક્ષરોની વાત કરીએ તો પછીના ચાર આંકડા 0001થી 9999 અને છેલ્લો એક અંગ્રેજી અક્ષર ઈન્કમ ટેક્સ વિભાગ દ્વારા નિર્ધારિત કરવામાં આવે છે.
છે ને એકદમ કામની અને અનોખી માહિતી? આ માહિતી તમારા મિત્રો અને પરિવારના સભ્યો સાથે પણ ચોક્કસ શેર કરજો, જેથી તેઓ પણ સરળતાથી ઘરે બેઠા જ પોતાના પેન કાર્ડનું સ્ટેટસ ચેક કરી શકે. આવી જ બીજી કામની માહિતી અને સમાચાર જાણવા માટે અમારી સાથે જોડાયેલા રહો.