નવી દિલ્હી: ભારત અને યુરોપિયન યુનિયનને એક ઐતિહાસિક ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ(FTA) પર હસ્તાક્ષર કર્યા છે, જેની આજે જાહેરાત કરવામાં આવી શકે છે. વડાપ્રધાન મોદીએ આ કરારને “મધર ઓફ ઓલ ડીલ્સ” ગણાવીને પ્રશંસા કરી છે. વડાપ્રધાને કહ્યું કે આ કરાર બંને બાજુના લોકો અને વ્યવસાયો માટે વિશાળ તકો ખોલશે અને વિશ્વની બે સૌથી મોટી અર્થવ્યવસ્થાઓ વચ્ચેના સંબંધોને વધુ ગાઢ બનાવશે.
આજે મંગળવારે સવારે એક નિવેદનમાં વડાપ્રધાન મોદીએ કહ્યું, "ગઈકાલે યુરોપિયન યુનિયન અને ભારત વચ્ચે એક મોટા કરારને અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું. લોકો તેને મધર ઓફ ઓલ ડીલ્સ કહી રહ્યા છે. આ કરાર ભારત અને યુરોપના લોકો માટે મોટી તકો ખોલશે, આ કરાર વિશ્વની બે મોટી અર્થવ્યવસ્થાઓ વચ્ચે ભાગીદારીનું એક ઉત્તમ ઉદાહરણ સાબિત થશે છે."
વડાપ્રધાને કહ્યું, "આ કરાર વૈશ્વિક GDP ના આશરે 25 ટકા અને વૈશ્વિક વેપારના લગભગ એક તૃતીયાંશ ભાગને આવરી લે છે. આ કરાર માત્ર વેપાર સુધી માર્યાદિત નથી, પરંતુ લોકશાહી અને કાયદાના શાસન પ્રત્યેની આપણી પ્રતિબદ્ધતાનો મજબૂત પુરાવો છે."
વડાપ્રધાને કહ્યું કે ભારત-યુકે વેપાર કરાર બાદ ભારત અને EU વચ્ચે ખુબજ મહત્વનો છે. તેનાંથી મેન્યુફેક્ચરિંગ સેક્ટર અને સર્વિસ સેક્ટરને વેગ મળશે.
વડાપ્રધાન મોદીએ આજે16મી ભારત-EU સમિટમાં હાજરી આપશે, જ્યાં તેઓ યુરોપિયન કમિશનના પ્રમુખ ઉર્સુલા વોન ડેર લેયેન અને યુરોપિયન કાઉન્સિલના પ્રમુખ એન્ટોનિયો કોસ્ટા સાથે પ્રતિનિધિમંડળ-સ્તરની વાટાઘાટો કરશે. ત્યાર બવાડ બંને પક્ષોએ FTA પર કરેલા વાટાઘાટોના નિષ્કર્ષની સત્તાવાર જાહેરાત કરશે.