Tue Jan 27 2026

Logo

White Logo

લક્ઝરી હાઉસિંગ માર્કેટમાં પીછેહઠની સંભાવના

2 days ago
Author: Nilesh Wagela
Video

નવી દિલ્હી: નાણાકીય વર્ષ ૨૦૨૭માં ભારતના લક્ઝરી હાઉસિંગ માર્કેટમાં ઘટાડો થઈ શકે છે, એવું તાજેતરમાં હાથ ધરવામાં આવેલા એક સર્વેક્ષણના તારણમાં જણાવાયું છે. આ સર્વેક્ષણમાં ૫૬ ટકા એચએનઆઇ પ્રતિભવકોએ આવો મત વ્યક્ત કર્યો હતો. જો કે અનેક આંતરરાષ્ટ્રીય અવરોધો છતાં ૬૭ ટકા જેટલા એચએનઆઇ અને અલ્ટ્રા એચએનઆઇ ભારતની ગ્રોથ સ્ટોરી માટે મજબૂત રીતે તેજીમય સેન્ટિમેન્ટ ધરાવે છે.

ગૃહનિર્માણ ક્ષેત્રની અગ્રણી સંસ્થા દ્વારા હાથ ધરવામાં આવેલા સર્વેક્ષણમાં ૫૬ ટકા શ્રીમંત ઉત્તરદાતાઓએ એવો મત વ્યક્ત કર્યો છે કે આગામી નાણાકીય વર્ષમાં ભારતના મોટા શહેરોમાં લક્ઝરી ઘરોની માગ અને કિંમતોમાં ઘટાડો થઈ શકે છે. નોંધવું રહ્યું કે તાજેતરના વર્ષોમાં આ સેગમેન્ટમાં ઊંચી ડિમાન્ડ રહી છે.

ભારતની આર્થિક વૃદ્ધિની સંભાવનાઓ, તેમની રોકાણ વ્યૂહરચના અને લક્ઝરી હાઉસિંગ માર્કેટ માટેના દૃષ્ટિકોણ પ્રત્યેના સેન્ટિમેન્ટનું મૂલ્યાંકન કરવા માટે લગભગ ૭૦૦ હાઇ નેટવર્થ ઇન્ડિવિડ્યુઅલ્સ (એચએનઆઇ) અને અલ્ટ્રા એચએનઆઇનું સર્વેક્ષણ હાથ ધરવામાં આવ્યું હતું.