નવી દિલ્હી : દેશમાં સોના ચાંદીના રોકાણકારો માટે ગત સપ્તાહ સારું રહ્યું છે. જેમાં છેલ્લા અઠવાડિયા દરમિયાન બુલિયન બજારમાં તેજી જોવા મળી હતી. જેમાં સોના ના ભાવે નવા રેકોર્ડ બનાવ્યા છે. તેમજ ચાંદીનો ભાવ પણ ઓલટાઈમ હાઈ રહ્યો છે. જેમાં ગત સપ્તાહમાં 24 કેરેટ સોનાના ભાવમાં આશરે રૂપિયા 16,480નો વધારો થયો છે. 22 કેરેટ સોનામાં પણ રૂપિયા 15,100નો વધારો થયો છે. છેલ્લા અઠવાડિયામાં ચાંદીના ભાવમાં આશરે રૂપિયા 40,000નો વધારો થયો છે. 25 જાન્યુઆરીએ, ચાંદી પ્રતિ કિલોગ્રામ રૂપિયા 3,40,000 પર પહોંચી ગઈ છે.
24 કેરેટ સોનાના ભાવમાં રૂપિયા 16,480નો વધારો
જો આપણે જોઈએ તો અઠવાડિયા દરમિયાન 24 કેરેટ સોનાના ભાવમાં રૂપિયા 16,480નો વધારો થયો છે. 22 કેરેટ સોનામાં પણ રૂપિયા 15,100નો વધારો થયો છે. 25 જાન્યુઆરી, 2026 ના રોજ રાજધાની દિલ્હીમાં 24 કેરેટ સોનાનો ભાવ રૂપિયા 1,60,410 પ્રતિ 10 ગ્રામ પર પહોંચી ગયો હતો. જ્યારે 22 કેરેટ સોનાનો ભાવ રૂપિયા 1,47,050 પ્રતિ 10 ગ્રામ છે. આ સ્તરને અત્યાર સુધીના ઉચ્ચતમ સ્તરોમાંનું એક માનવામાં આવે છે.
ચાંદીના ભાવમાં રૂપિયા 40,000નો વધારો
આ ઉપરાંત છેલ્લા અઠવાડિયામાં ચાંદીના ભાવમાં રૂપિયા 40,000નો વધારો થયો છે. 25 જાન્યુઆરીએ, ચાંદી પ્રતિ કિલોગ્રામ રૂપિયા 3,40,000 પર પહોંચી ગઈ છે. વિદેશી બજારોમાં ચાંદીનો ભાવ પણ 99.46 ડોલર પ્રતિ ઔંસ છે.
સોનાનો લક્ષ્યાંક વધારીને 5,400 ડોલર પ્રતિ ઔંસ કરાયો
આ ઉપરાંત આગામી સપ્તાહમાં સોનામાં ભાવમાં વધારાના સંકેત મળ્યા છે. જેમાં ડિસેમ્બર 2026 માટે સોનાનો લક્ષ્યાંક વધારીને 5,400 ડોલર પ્રતિ ઔંસ કર્યો છે. નિષ્ણાતો માને છે કે જો યુએસ ફેડરલ રિઝર્વ વ્યાજ દરમાં ઘટાડો કરે તો સોના અને ચાંદી જેવી સલામત સંપત્તિમાં રોકાણ વધુ વધી શકે છે.