Tue Jan 27 2026

Logo

White Logo

રોહિત શર્માનું શનિવારે ડૉક્ટરેટની પદવીથી સન્માન કરાશે

6 days ago
Author: Ajay Motiwala
Video

પુણેઃ ભારતના ભૂતપૂર્વ કૅપ્ટન અને વન-ડે ક્રિકેટમાં હાઇએસ્ટ 264 રન તથા સૌથી વધુ ત્રણ ડબલ સેન્ચુરી સહિત અનેક વિક્રમ રચનાર રોહિત શર્મા (Rohit Sharma)ને અજિંક્ય ડી. વાય. પાટીલ યુનિવર્સિટી (એડીવાયપીયુ) તરફથી માનદ ડૉક્ટરેટ (ડી. લિટ.) પદવીથી સન્માનિત કરવામાં આવશે.

શનિવારે આ યુનિવર્સિટી દ્વારા પોતાની કૉન્વોકેશન સેરેમની દરમ્યાન રોહિતની આ પદવીથી નવાજેશ કરવામાં આવશે. તેને ડી. લિટ. (D. Litt.)ની માનદ પદવી ક્રિકેટમાં અજોડ યોગદાન આપવા બદલ તેમ જ દૃષ્ટાંતરૂપ નેતૃત્વ બદલ આપવામાં આવશે.

યુનિવર્સિટી (University)ના 10મા પદવીદાન સમારોહમાં અનેક સિતારાઓ ઉપસ્થિત રહેશે અને એમાં રોહિત શર્મા સૌમાં આકર્ષણનું કેન્દ્ર બની રહેશે. 38 વર્ષનો રોહિત ટી-20 ઇન્ટરનૅશનલ અને ટેસ્ટમાંથી નિવૃત્તિ લઈ ચૂક્યો છે.

યુનિવર્સિટીએ જણાવ્યું હતું કે અસંખ્ય ચાહકો રોહિતને ` હિટમૅન' તરીકે ઓળખે છે, પરંતુ પદવીદાન સમારંભમાં રોહિત અલગ જ પ્રકારનો કીર્તિમાન સ્થાપિત કરશે.