Tue Jan 27 2026

Logo

White Logo

સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર પરિષદમાં ભારતે ઈરાનનું સમર્થન કર્યું, ઈરાનના રાજદૂતે સરકારની પ્રશંસા કરી...

3 days ago
Author: Chandrakant Kanoja
Video

Dr. Mohammad Fathali, @IranAmbIndia


નવી દિલ્હી : ઈરાનમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતી વચ્ચે સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર પરિષદમાં ઈરાન વિરુદ્ધ ઠરાવ રજૂ કરવામાં આવ્યો હતો. જોકે, આ ઠરાવનો ભારતે વિરોધ કર્યો હતો અને ઈરાનનું ખુલ્લેઆમ સમર્થન કર્યું  હતું. તેની બાદ  ભારતના ઈરાનના રાજદૂત મોહમ્મદ ફતાલીએ એકસ પર ભારત સરકારના પગલાની પ્રશંસા કરી હતી.

ઈરાનના રાજદૂત મોહમ્મદ ફતાલીએ  ભારત સરકારનો આભાર  માન્યો 

ભારતમાં ઈરાનના રાજદૂત મોહમ્મદ ફતાલીએ શનિવારે X પર  ભારત સરકારનો આભાર વ્યક્ત કર્યો. તેમણે લખ્યું,  હું યુએન માનવાધિકાર પરિષદમાં ઈરાનના સમર્થનમાં ભારત સરકારના સૈદ્ધાંતિક અને મક્કમ વલણ માટે હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. જેમાં અન્યાયી અને રાજકીય રીતે પ્રેરિત ઠરાવનો વિરોધ કરવાનો પણ સમાવેશ થાય છે. આ વલણ ન્યાય, બહુપક્ષીયતા અને રાષ્ટ્રીય સાર્વભૌમત્વ પ્રત્યે ભારતની પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે. ઈરાની રાજદૂતે તેને ન્યાય, બહુપક્ષીયતા અને રાષ્ટ્રીય સાર્વભૌમત્વ પ્રત્યે ભારતની પ્રતિબદ્ધતાનું પ્રતિબિંબ ગણાવ્યું હતું. 

ભારત સહિત સાત દેશોએ ઈરાનના સંમર્થનમાં મતદાન કર્યું 

જેમાં શુક્રવારે જીનીવામાં યુએનઆરસીએસ ના 39મા ખાસ સત્રમાં ઈરાનમાં તાજેતરના વિરોધ પ્રદર્શનો પર કથિત ક્રૂર કાર્યવાહીની નિંદા કરતો ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો. આ ઠરાવમાં ઈરાનમાં માનવાધિકાર ઉલ્લંઘનની તપાસ કરવા માટે સ્વતંત્ર આંતરરાષ્ટ્રીય તથ્ય શોધ મિશનના આદેશને બે વર્ષ માટે લંબાવવાની માંગ કરવામાં આવી હતી. જેમાં  હિંસક દમનની નિંદા કરવામાં આવી હતી અને જવાબદારો સામે કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી હતી. આ ઠરાવને 25 દેશોએ સમર્થન આપ્યું હતું. જ્યારે ભારત સહિત સાત દેશોએ તેની વિરુદ્ધ મતદાન કર્યું હતું. જે સાત દેશોએ મતદાનમાં ભાગ લીધો ન હતો તેમાં ભારત, ચીન, પાકિસ્તાન, ઇરાક, ઇન્ડોનેશિયા, ક્યુબા અને વિયેતનામનો સમાવેશ થાય છે.