વોશીંગ્ટન ડી સી: ઈરાનમાં સુપ્રીમ લીડર અલી ખામે સામે વિરોધ પ્રદર્શનો થઇ રાહ્યા છે. યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન પર હુમલો કરવાની વાત અનેક વાત કરી ચુક્યા છે, યુએસ નેવીનું એર ક્રાફ્ટ કેરિયર ઈરાન તરફ રવાના થયું છે. એવામાં ટ્રમ્પે એક નિવેદનમાં ઈરાનને “દુનિયાના નકશામાંથી ભૂંસી નાખવા”ની ધમકી આપી છે.
રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એક ટેલિવિઝન ઇન્ટરવ્યુ દરમિયાન ઈરાનને કડક શબ્દોમાં ચેતવણી આપતા કહ્યું કે જો ઈરાન તેમની હત્યા કરાવશે તો સંપૂર્ણપણે ઈરાનો નાશ કરવાનો નિર્દેશ તેમણે પહેલાથી આપી રાખ્યા છે.
ટ્રમ્પે કહ્યું કે "મેં ખૂબ જ કડક સૂચનાઓ આપી છે છે - કંઈ પણ થશે, તેમને આ દુનિયા પરથી ભૂંસી નાખવામાં આવશે. એક રાષ્ટ્રપતિને મારી ફરજ છે જે દેશના રાષ્ટ્રપતિની રક્ષા કરવામાં આવે, ફક્ત રાષ્ટ્રપતિ જ નહીં કોઈ પણ યુએસ નગરીકનું રક્ષણ કરવું એ મારી ફરજ છે."
.@POTUS on threats from Iran: "I've left notification, anything ever happens... the whole country's going to get blown up." pic.twitter.com/oD6WpeWVoY
— Rapid Response 47 (@RapidResponse47) January 21, 2026
ખામેનીને હટાવવા ટ્રમ્પ મક્કમ:
ટ્રમ્પે ખામેનીના લગભગ ચાર દાયકા લાંબા ઇસ્લામિક શાસનનો અંત લાવવાની હાકલ કરી છે, તેમને ઈરાનના પ્રદર્શનકારીઓને વિરોધ કરતા રહેવા કહ્યું હતું, તેમણે કહ્યું હતું “મદદ પહોંચી રહી છે.” ટ્રમ્પે ખામેનીને "એક બીમાર માણસ" ગણાવ્યા હતાં. ટ્રમ્પે કહ્યું ખામેનીએ પોતાનો દેશ યોગ્ય રીતે ચલાવવો જોઈએ અને લોકોની હત્યા બંધ કરવી જોઈએ.
ઈરાનની સેનાએ ટ્રમ્પને આપી ધમકી:ના
મંગળવારે ઈરાનના નેતાઓએ સુપ્રીમ લીડર આયાતુલ્લાહ અલી ખામેની સામે કોઈ પણ સંભવિત કાર્યવાહી અંગે ટ્રમ્પને ચેતવણી આપી હતી.
ઈરાનના સશસ્ત્ર દળો પ્રવક્તા અબોલફઝલ શેકાર્ચીએ કહ્યું."ટ્રમ્પ જાણે છે કે જો અમારા નેતા સામે કોઈ હાથ ઉઠાવશે તો અમે ફક્ત હાથ કાપી નાખીશું એટલું જ નહીં તેમની દુનિયામાં આગ પણ લગાવી દઈશું,"
જો યુએસ રાષ્ટ્રપતિનું મૃત્યુ થાય તો....:
ગર વર્ષે ફેબ્રુઆરીમાં પણ ટ્રમ્પે ઈરાનને કંઈક આવીજ ધમકી આપી હતી. તેમણે પત્રકારોને સાથે વાત કરતા કહ્યું હતું, "મેં સૂચના આપી છે કે - જો તેઓ આમ કરશે, તો કંઈ બાકી નહીં બચે."
યુએસ બંધારણની જોગાઈઓ મુજબ જો રાષ્ટ્રપતિનું મૃત્યુ થાય તો ઉપરાષ્ટ્રપતિ રાષ્ટ્રપતિ પદ સંભાળે છે.