નવી દિલ્હી: યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ટેરીફ પોલિસીના જવાબમાં ભારત અને યુરોપિયન યુનિયન (EU) આજે એક ઐતિહાસિક ફ્રી-ટ્રેડ એગ્રીમેન્ટ (FTA) પર હસ્તાક્ષર કરી શકે છે. જેમાં અનેક ક્ષેત્રે વેપાર અંગે સમજૂતીઓ થશે. યુરોપિયન કાઉન્સિલના વડા એન્ટોનિયો કોસ્ટાએ આ એગ્રીમેન્ટ મુદ્દે ઉત્સાહ વ્યક્ત કર્યો છે.
એન્ટોનિયો કોસ્ટા યુરોપિયન કમિશનના પ્રમુખ ઉર્સુલા વોન ડેર લેયેન સાથે પ્રજાસત્તાક દિવસની ઉજવણીમાં મુખ્ય મહેમાન રહ્યા હતાં. એક મીડિયા સંસ્થા સાથે ઈન્ટરવ્યું દરમિયાન કોસ્ટાએ કહ્યું ભારત અને EU સાથે મળીને વૈશ્વિક મંચ પર સ્થિરતા અને વિશ્વસનીયતા પ્રદાન કરનારા સાથીઓ તરીકે કામ કરી શકે છે અને વધતી જતી જીઓ-ઇકોનોમિક અશાંતિનો સામનો કરી શકે છે. વેપારમાં નિયમો-આધારિત વ્યવસ્થા જાળવી શકે છે.
કોસ્ટાએ કહ્યું કહ્યું કે બંને પક્ષો વચ્ચે વધતા સિક્યુરિટી અને ડિફેન્સ સહયોગને કારણે ઈન્ડો-પેસિફિક વિસ્તારમાં સુરક્ષા જાળવવા, ઈન્ડો-પેસિફિક અને એટલાન્ટિક વચ્ચે મુક્ત વેપાર સુનિશ્ચિત કરવા માટે મહત્વપૂર્ણ છે.
ભારતીય વિદ્યાર્થીઓ અને પ્રોફેસનલ્સને યુસમાં પ્રવેશ મુદ્દે પણ બંને પક્ષોએ કરાર થઇ શકે છે. કોસ્ટાએ કહ્યું "EU અને ભારત વધુને વધુ નજીકના ભાગીદાર બને તે જરૂરી છે.”
યુએસને મળશે જવાબ:
આજે એક સમિટમાં ભારત અને EU વચ્ચે વેપાર, સિક્યુરિટી- ડિફેન્સ, ક્લાઈમેટ ચેન્જ, ટેકનોલોજી અને રૂલ-બેઝ્ડ ગ્લોબલ ઓર્ડર મજબૂત બનાવવા અંગે કરારની જાહેરાત કરવામાં આવશે છે. યુએસ અને ચીન પર નિર્ભરતા ઘટાડવા અને અન્ય પ્રદેશો સાથે તેના રાજદ્વારી અને આર્થિક સંબંધોને વધુ ગાઢ બનાવવા માટે આ કરાર ખુબજ મહત્વનો રહેશે.
ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી સમિટમાં યુરોપિયન કમિશનના પ્રમુખ ઉર્સુલા વોન ડેર લેયેન અને યુરોપિયન કાઉન્સિલના પ્રમુખ એન્ટોનિયો કોસ્ટાનું સ્વાગત કરશે.
વોન ડેર લેયેને પણ ઉત્સાહ વ્યક્ત કર્યો:
યુરોપિયન કમિશનના પ્રમુખ વોન ડેર લેયેને ગયા અઠવાડિયે કહ્યું હતું કે ભારત અને EU એક "ઐતિહાસિક વેપાર કરાર"કરવાની ખુબજ માજીક છે, આ કરાર બે અબજ લોકોના બજારને અસર કરશે.
ભારત અને EU વચ્ચે વેપાર:
નોંધનીય છે કે EU ભારતનો સૌથી મોટો વેપારી ભાગીદાર છે, વર્ષ 2024 માં બંને પક્ષોએ વેપાર €120 બિલિયનના માલ સમાનનો વેપાર કર્યો હતો, જે ભારતના કુલ વેપારના 11.5% છે. 2023 માં બંને પક્ષો વછે સર્વિસ સેક્ટરમાં સર્વિસ વેપાર €59.7 બિલિયનનો હતો. 2023 માં ભારતમાં ફોરેઇન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ સ્ટોકમાં EUનો હિસ્સો €140.1 બિલિયન હતો.