Tue Jan 27 2026

Logo

White Logo

તમે પણ ટોઈલેટમાં મોબાઈલ ફોન લઈને જાવ છો? આ સ્ટોરી પહેલાં વાંચી લો, નહીંતર...

1 day ago
Author: Darshna Visaria
Video

આજના હાઈ-ટેક યુગમાં મોબાઈલ ફોન આપણા જીવનનું અભિન્ન અંગ બની ગયો છે. લોકો રીલ્સ જોવા અને સોશિયલ મીડિયા પર એટલા મશગૂલ થઈ ગયા છે કે તેઓ ટોઈલેટમાં પણ મોબાઈલ સાથે લઈ જાય છે. પરંતુ શું તમે જાણો છો કે તમારી આ પાંચથી 10 મિનિટની મજા તમારા શરીરને ગંભીર બીમારીઓ તરફ ધકેલી રહી છે? ચાલો તમને આજે આ સ્ટોરીમાં આ વિશે વિસ્તારથી જણાવીએ...

આપણામાંથી અનેક લોકોને એવી ટેવ હોય છે કે ટોઈલેટમાં જઈને મોબાઈલ ફોન યુઝ કરવો. જોવામાં, વાંચવા કે સાંભળવામાં સામાન્ય લાગતી આ આદત આપણા આરોગ્ય માટે જોખમી સાબિત થઈ સકે છે. તમને જાણીને નવાઈ લાગશે કે ટોઈલેટ સીટ પર બેસીને કલાકો સુધી મોબાઈલ સ્ક્રોલ કરવાથી માત્ર સમયનો બગાડ નથી થતો, પરંતુ તે પાચનતંત્રથી લઈને હાડકાં સુધીની સમસ્યાઓ નોંતરે છે.

પાઈલ્સ અને કોન્સ્ટિપેશનની સમસ્યા

હાલમાં જ કરવામાં આવેલા એક રિસર્ચમાં એવું જાણવા મળ્યું છે કે ટોયલેટ સીટ પર જરૂર કરતા વધુ સમય બેસી રહેવાથી રેક્ટમ (મળાશય) પર દબાણ વધે છે. આ સતત દબાણને કારણે પાઈલ્સ (Piles) થવાની શક્યતા અનેકગણી વધી જાય છે. આ ઉપરાંત, પેટ પર ખોટું દબાણ આવવાને કારણે પાચન શક્તિ નબળી પડે છે અને વ્યક્તિ લાંબા ગાળાની કબજિયાતનો શિકાર બની શકે છે.

મસલ્સ અને હાડકાં માટે પણ છે નુકસાનકારક

ટોઈલેટમાં મોબાઈલ લઈ જવાની આદત ખૂબ જ જોખમી છે. મોબાઈલ જોવા માટે આપણે સતત નીચેની તરફ ઝૂકેલા રહીએ છીએ. આ સ્થિતિમાં ગરદન અને ખભાના સ્નાયુઓ પર અસહ્ય દબાણ આવે છે, જેને કારણે મસલ્સમાં જકડન અને દુઃખાવો થાય છે. લાંબા સમયે આ આદત કરોડરજ્જુને નુકસાન પહોંચાડી શકે છે.

સર્વાઈકલ અને માથાનો દુખાવો

ટોયલેટમાં લાંબા સમય સુધી એક જ પોશ્ચરમાં બેસી રહેવાથી ગરદનના ઉપરના ભાગે ગંભીર અસર થાય છે, જે સર્વાઈકલની સમસ્યામાં પરિણમી શકે છે. આના કારણે અવારનવાર માથામાં દુખાવો કે ચક્કર આવવાની ફરિયાદ પણ રહે છે.

બેક્ટેરિયાનું ઘર બને છે મોબાઈલ

ટોયલેટ એ બેક્ટેરિયાનું સૌથી મોટું કેન્દ્ર છે. જ્યારે તમે ત્યાં મોબાઈલ લઈ જાઓ છો, ત્યારે હવામાં રહેલા ખતરનાક બેક્ટેરિયા મોબાઈલની સ્ક્રીન પર ચોંટી જાય છે. તમે ગમે તેટલા હાથ ધોવો, પણ જેવો ફરી મોબાઈલ પકડશો, તે બેક્ટેરિયા તમારા હાથ વાટે મોં કે ખોરાક સુધી પહોંચી શકે છે, જે અનેક ચેપી રોગોનું કારણ બને છે.

પેટ સાફ ન થવાની સમસ્યા

શરીરમાંથી ઝેરી તત્વો બહાર કાઢવાની પ્રક્રિયામાં મગજનો મોટો ફાળો હોય છે. જ્યારે આપણું ધ્યાન મોબાઈલમાં હોય છે, ત્યારે મગજ શરીરમાંથી ગંદકી બહાર કાઢવાના યોગ્ય સિગ્નલ આપી શકતું નથી. પરિણામે, પેટ પૂરી રીતે સાફ થતું નથી અને શરીરમાં બચેલી ગંદકી ધીમે-ધીમે લોહીમાં ભળીને અન્ય બીમારીઓ જન્માવે છે.

છે ને એકદમ કામની માહિતી? આ માહિતી તમારા મિત્રો અને પરિવારના સભ્યો સાથે ચોક્કસ શેર કરજો, જેથી તેઓ પણ આ ભૂલ કરવાથી બચે. આવી બીજી કામની અને અનોખી માહિતી જાણવા માટે અમારી સાથે ચોક્કસ જોડાયેલા રહો.