Tue Jan 27 2026

Logo

White Logo

વોટ્સએપના  પ્રાઈવસી  ફીચર પર ગંભીર સવાલો ઉઠ્યા, અમેરિકામાં  કેસ દાખલ કરાયો

WASINTON DC   6 hours ago
Author: Darshna Visaria
Video

સાન ફ્રાન્સિસ્કો : સોશીયલ મીડિયા મેસેજિંગ એપ વોટ્સએપના એન્ડ-ટુ-એન્ડ એન્ક્રિપ્શન ફીચર પર પ્રશ્નો ઉભા થયા છે. અમેરિકાની સાન ફ્રાન્સિસ્કો ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં વોટ્સએપ વિરુદ્ધ દાખલ કરવામાં આવ્યો છે. જેમાં આરોપ લગાવવામાં આવ્યો છે કે કંપની યુઝર્સની ખાનગી ચેટ વાંચી શકે છે. આ કેસ એક આંતરરાષ્ટ્રીય જૂથ દ્વારા વોટ્સએપ સામે દાખલ કરવામાં આવ્યો છે. આમાં વોટ્સએપના એન્ડ-ટુ-એન્ડ એન્ક્રિપ્શન પર પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા છે. આ મામલે ઈલોન મસ્કે પણ પોતાની પ્રતિક્રિયા આપી છે અને કહ્યું છે કે વોટ્સએપ સુરક્ષિત નથી. સિગ્નલ એપ પર પણ પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે.


મેટા દરરોજ લાખો વોટ્સએપ યુઝર્સની ચેટ વાંચે છે

આંતરરાષ્ટ્રીય જૂથે દાવો કર્યો છે કે મેટા દરરોજ લાખો વોટ્સએપ યુઝર્સની ચેટ વાંચે છે. કંપનીનો એન્ડ-ટુ-એન્ડ એન્ક્રિપ્શનનો દાવો ખોટો છે. આ આરોપનો જવાબ આપતા  વોટ્સએપના હેડ  વિલ કેથકાર્ટે કહ્યું કે આ સંપૂર્ણપણે પાયાવિહોણા આરોપ છે. વોટ્સએપ  યુઝર્સના સંદેશાઓ વાંચી શકાતા નથી કારણ કે તેમની એન્ક્રિપ્શન કી યુઝર્સના  ફોનમાં સંગ્રહિત હોય છે. જેનું  ઍક્સેસ મેટા પાસે નથી. આ એ સંસ્થા છે  જેણે પહેલા પણ પાયાવિહોણા આરોપો લગાવ્યા છે. 

ભારત સહિતના દેશોમાં વોટ્સએપના એન્ક્રિપ્શન ફીચર પર સવાલ ઉઠાવવામાં આવ્યા

આ કેસમાં  આરોપ મૂકવામાં આવ્યો છે કે કંપની તેના એન્ક્રિપ્શન ફીચરના નામે યુઝર્સને ગેરમાર્ગે દોરી રહી છે. જોકે, મેટા ગેરકાયદે રીતે યુઝર્સની ચેટ્સ સ્ટોર કરે છે અને તેનું વિશ્લેષણ કરીને તેનો ઉપયોગ જાહેરાત જનરેશન માટે કરે છે. ભારત સહિત અનેક દેશોમાં વોટ્સએપના એન્ક્રિપ્શન ફીચર પર સવાલ ઉઠાવવામાં આવ્યા છે. ભારત, ઓસ્ટ્રેલિયા, બ્રાઝિલ, મેક્સિકોમાં વોટ્સએપના એન્ક્રિપ્શનના દાવાઓને ખોટા ગણાવીને ટીકા કરી છે.

વોટ્સએપ વિરુદ્ધ  કાર્યવાહીની શક્યતા ખૂબ ઓછી

આ કેસમાં વોટ્સએપ વિરુદ્ધ  કાર્યવાહીની શક્યતા ખૂબ ઓછી છે. કારણ કે આવા કેસોમાં કોર્ટને નોંધપાત્ર પુરાવાની જરૂર હોય છે. આવા આરોપો માટે પુરાવા એકત્રિત કરવા સંસ્થાઓ  માટે મુશ્કેલ છે. તેથી આરોપો સાબિત કરવામાં ઘણો સમય લાગી શકે છે.