ભારતીય રેલવે (Indian Railway) હંમેશા તેની અજાયબીઓ અને વિશાળ નેટવર્ક માટે જાણીતું રહ્યું છે. અત્યાધુનિક વંદે ભારત અને અમૃત ભારત જેવી ટ્રેનો દ્વારા રેલવે પ્રગતિના નવા શિખરો સર કરી રહ્યું છે. જોકે, ભારતીય રેલવેના ઇતિહાસમાં કેટલાક એવા રેલવે સ્ટેશનો છે જે પોતાની વિશિષ્ટ રચનાને કારણે દુનિયાભરમાં અનોખા ગણાય છે. આજે અમે તમને અહીં આવા જ એક રેલવે સ્ટેશન વિશે જણાવવા જઈ રહ્યા છીએ કે જેના વિશે સાંભળીને તમે પણ ચોંકી ઉઠશો. આ રેલવે સ્ટેશનના પ્લેટફોર્મની વચ્ચેથી રસ્તો પસાર થાય છે. ચાલો જોઈએ ક્યાં આવેલું છે આ રેલવે સ્ટેશન...

ભારતીય રેલવે એ ટ્રાન્સપોર્ટેશનનું એક આરામદાયક માધ્યમ તો છે જ પણ એની સાથે સાથે તે અજબ ગજબ ફેક્ટ્સ માટે પણ એટલું જ જાણીતું છે. આજે અમે અહીં તમને ભારતીય રેલવેના એક એવા રેલવે સ્ટેશન વિશે જણાવવા જઈ રહ્યા છીએ કે જેના બે પ્લેટ ફોર્મ વચ્ચેથી રોડ પસાર થાય છે અને ઘણી વખત તો જાણે કાર અને ટ્રેન વચ્ચે રેસ પણ જોવા મળે છે.

અમે અહીં વાત થઈ રહી છે કોલકાતામાં આવેલું હાવડા જંક્શન ભારતનું સૌથી વધુ 23 પ્લેટફોર્મ ધરાવતું સ્ટેશન છે. આ સ્ટેશનની સૌથી ખાસ વાત એ છે કે અહીં પ્લેટફોર્મ નંબર 8 અને 9 તેમજ પ્લેટફોર્મ 21 અને 22ની વચ્ચેથી એક પાકો રસ્તો પસાર થાય છે. આ રસ્તા પર ટેક્સી, કાર અને બાઈકની અવરજવર સતત ચાલુ રહે છે.
પ્રવાસીઓ મુસાફરો પોતાની ટેક્સીમાં સીધા પ્લેટફોર્મ સુધી પહોંચી શકે તેવી વ્યવસ્થા પણ આ રેલવે સ્ટેશન પર રેલવે પ્રશાસન દ્વારા કરવામાં આવી છે, જે ભારતના અન્ય કોઈ સ્ટેશન પર જોવા મળતી નથી. છે ને એકદમ અનોખું રેલવે સ્ટેશન?

અત્રે ઉલ્લેખનીય છે કે ભારતીય રેલવેમાં હાવડા સિવાય પણ અનેક સ્ટેશનો પોતાની ખાસિયત માટે જાણીતા છે. જેમ કે ભારતીય રેલવેના 'કટક' અને 'ગદગ' એવા સ્ટેશનો છે જેના નામ ઉંધા કે સીધા વાંચો, તે સમાન જ રહે છે. આ સિવાય ઓડિશાનું 'ઈબ' (Ib) અને ગુજરાતનું 'ઓડ' (Od) માત્ર બે અક્ષરના નામ ધરાવતા સ્ટેશનો છે. જ્યારે આંધ્રપ્રદેશનું 'વેંકટનરસિમ્હારાજુવારિપેટા' સ્ટેશનના નામમાં ૨૮ અક્ષરો છે એટલે તે સૌથી લાંબુ નામ ધરાવતું સ્ટેશન છે.
જ્યારે ભારતીય રેલવેનું પશ્ચિમ બંગાળના દાર્જિલિંગમાં આવેલું 'ઘૂમ' (Ghum) રેલવે સ્ટેશન ભારતનું સૌથી ઊંચાઈ પર આવેલું સ્ટેશન છે. મથુરા જંક્શન એ ભારતીય રેલવેનું એવું સ્ટેશન છે કે જ્યાં દેશના ખૂણે ખૂણે જવા માટે ટ્રેનો ઉપલબ્ધ થઈ જાય છે.
વાત કરીએ ભારતીય રેલવેની આધુનિક સિદ્ધિઓની તો હાલમાં રેલવે અત્યારે 'આત્મનિર્ભર ભારત' ના વિઝન સાથે આગળ વધી રહ્યું છે. તાજેતરમાં વંદે ભારત સ્લીપર ટ્રેનનો પ્રારંભ, અમૃત ભારત એક્સપ્રેસનો વિસ્તાર અને ટ્રેક અપગ્રેડેશન જેવી કામગીરીથી મુસાફરોની સુવિધામાં વધારો થયો છે. એલએચબી કોચના ઉત્પાદનમાં વધારો થવાથી પ્રવાસ સુરક્ષિત અને આરામદાયક બન્યો છે.
છે ને એકદમ અનોખી માહિતી? આ માહિતી તમારા મિત્રો અને પરિવારના સભ્યો સાથે શેર કરીને તેમના જનરલ નોલેજમાં ચોક્કસ વધારો કરજો હં ને? આવી જ બીજી અજબ ગજબની માહિતી જાણવા માટે અમારી સાથે જોડાયેલા રહો.